Chandrayaan 3 : મળો ચંદ્રયાનને ચાંદ સુધી પહોંચાડનારા ઈસરોના મહત્વના ચહેરાઓને
ભારતનું ચંદ્રયાન 3 ચંદ્ર પર પહોંચવાની તૈયારીમાં છે. 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન ચંદ્રની ધરતી પર પગ મુકવા જઈ રહ્યું છે ત્યારે અમે તમને આ ચંદ્રયાનને સફળ બનાવનારા ઈસરોના વૈજ્ઞાનિકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ વૈજ્ઞાનિકોના યોગદાનને કારણે આપણે ચાંદ પર ઉતરવા જઈ રહ્યા છીએ.
ભારતનું ચંદ્રયાન 3 ચાંદ પર ઉતરે તે પહેલા ઈસરો ચીફ એસ. સોમનાથ સહિતના વૈજ્ઞાનિકો તિરૂપતી મંદિર પહોંચ્યા હતા અને સફળતા માટે કામના કરી હતી. ચંદ્રયાન 3 પાછળ ઇસરોના કેટલાક વૈજ્ઞાનિકોનું ખાસ યોગદાન છે.

એસ. સોમનાથ
ઈસરો અધ્યક્ષ એસ. સોમનાથ ભારતના મુન મિશનના માસ્ટરમાઇન્ડ્સમાંથી એક છે. તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારથી ચંદ્રયાન-3, આદિત્ય-એલ1 અને ગગનયાન જેવા મહત્વના મિશનને વેગ મળ્યો છે.
પી વીરમુથુવેલ - પ્રોજેક્ટ ડાયરેક્ટર, ચંદ્રયાન-3
પી વીરમુથુવેલે 2019માં ચંદ્રયાન-3 પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે ISRO હેડક્વાર્ટર ખાતે સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ ઓફિસમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે. વીરમુથુવેલે ચંદ્રયાન-2 મિશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
એસ. ઉન્નીકૃષ્ણન નાયર - નિયામક, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર
એસ ઉન્નીકૃષ્ણન નાયર VSSC ના વડા અને LVM3 રોકેટના સર્જક છે. તે અને તેમની ટીમ મિશનના વિવિધ નિર્ણાયક પાસા માટે જવાબદાર છે.
એમ શંકરન - નિયામક UR રાવ સેટેલાઇટ સેન્ટર
એમ શંકરન UR રાવ સેટેલાઇટ સેન્ટરમાં ડિરેક્ટર છે. આ કેન્દ્ર ISRO માટે ભારતના તમામ ઉપગ્રહો બનાવે છે. હાલ શંકરન દેશની જરૂરિયાતોને પહોંચી વળવા ઉપગ્રહો બનાવતી ટીમને માર્ગદર્શન આપી રહ્યા છે.
એ રાજરાજન - ચેરમેન, લોન્ચ ઓથોરાઈઝેશન બોર્ડ
એ રાજરાજન એક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક છે અને હાલ ભારતના પ્રીમિયર સ્પેસપોર્ટ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ડિરેક્ટર છે. રાજરાજન કમ્પોઝિટ નિષ્ણાત છે. આ સિવાય મુખ્ય અધિકારીઓમાં મિશન ડિરેક્ટર મોહન કુમારની આગેવાની હેઠળની ટીમનો સમાવેશ થાય છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
