For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિન ગડકરી માફી માંગેઃ આઇઆરએસ સંઘ

By Super
|
Google Oneindia Gujarati News

nitin gadkari
નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ આયકર અધિકારીઓએ કથિત રીતે ધમકાવાના મામલે તેમની ટોચની સંસ્થાએ ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી માફી માંગે તેમ કહ્યું છે. સંગઠને કહ્યું છે કે ગડકરીની ટિપ્પણીઓનો હેતુ તેમના પૂર્તિ સમૂહમાં રોકાણ મામલામાં નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસમાં અવરોધ નાખવાનો છે.

આઇઆરએસ સંઘે આજે જારી કરેલા પોતાના પ્રસ્તાવમાં કહ્યું કે, સંગઠન કેટલીક કંપનીઓ દ્વારા સંદિગ્ધ કર ચોરીના મામલે તપાસ કરી રહેલા આયકર વિભાગના અધિકારીઓએ નીતિન ગડકરી દ્વારા આપવામાં આવેલી કથીત ધમકીના સંબંધમાં રાષ્ટ્રીય અખબારોમાં આવેલી સમાચારથી ઘણા હેરાન અને સ્તબ્ધ છે. સંઘે કહ્યું કે રાષ્ટ્રીય સ્તરના નેતાની આ પ્રકારની ભાષા નિંદનીય છે. સંઘે ગડકરીને માફી માંગવા કહ્યું છે. આઇઆરએસ(આયકર) 4 હજાર સભ્યોની પ્રભાવશાળી સંસ્થાય છે.

ગડકરીએ ભાજપ અધ્યક્ષનું પદ છોડ્યાને એક દિવસ બાદ 24 જાન્યુઆરી નાગપુરે કહ્યું હતું કે ભાજપ જો કેન્દ્રની સત્તામાં આવી ગયુ તો તપાસ કરનાર અધિકારીઓને કોઇ નહીં બચાવે. આઇઆરએસ સંઘના મામલામાં કામ કરી રહેલા પોતાના અધિકારીઓને સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી છે.

પૂર્તિ સમૂહમાં કથિત અનિયમિતતાઓના મામલામાં મુંબઇ, પૂણે અને નાગપુરમાં આયકર વિભાગના અધિકારી તપાસ કરી રહી છે. અધિકારીઓએ પોતાની તપાસ હેઠળ ગડકરીને એક ફેબ્રુઆરીએ હાજર રહવા પણ જણાવવામાં આવ્યું છે. સંઘના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, સંઘે માંગ કરી છે કે મહારાષ્ટ્રમાં કાયદો વ્યવસ્થાને સંભાળનારા અધિકારી તેમના નિવેદન અંગે જાતે જ નક્કી કરે કારણ કે તે સ્પષ્ટ રીતે સરકારી સેવકે તેમનું કામ કરતા અટકાવવાના ઇરાદાથી કરવામાં આવ્યું છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X