હરિદ્વારમાં થઈ શકે છે 'નારિયેલ બોમ્બ'થી હુમલો, એલર્ટ જારી

અત્રે ઉલ્લેખનીય છે કે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાએ એકવાર ફરી હરિદ્વાર રેલવે સ્ટેશનના અધીક્ષકને એક પત્ર મોકલીને 29 ડિસેમ્બરના રોજ રેલવે સ્ટેશન અને શહેરના મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. કથિત રીતે લશ્કર એ તૈયબાના એરિયા કમાન્ડર અંસારી દ્વારા મોકલવામાં આવેલા આ પત્ર અંગે હરિદ્વાર રેલવે અધિક્ષક ગોપાલ કૃષ્ણા દાસે પોલીસને જાણકારી આપી દીધી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદી સંગઠન તરફથી પત્ર દ્વારા હરિદ્વાર રેલવે સ્ટેશન અને મંદિરોને ઉડાવવાની ધમકી આપવામાં આવી રહી છે.
પ્રથમ દિવસે થાય છે માતા શૈલપુત્રીની પૂજા
દેશભરમાં નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે. નવરાત્રીના પહેલા દિવસે માતા દુર્ગાના શૈલપુત્રી રૂપની આરાધના કરવામાં આવે છે. પૂજા માટે દિલ્હી સહિત દેશભરના મંદિર સજી ચૂક્યા છે. સાથે જ મંદિરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જ્યારે નવરાત્રીના અવસરે ઘણા સ્થળોએ રામલીલાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.
કેદારનાથમાં શરૂ થશે પૂજા
નવરાત્રીના પ્રથમ દિવસે જ કેદારનાથમાં ભક્તો પૂજા શરૂ કરશે. શ્રદ્દાલુઓનો પહેલો જથ્થો શનિવારે કેદારનાથ પહુંચીને પૂજા કરશે. શુક્રવારે તેઓ સૌ ગૌરીકંડ પહુંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી હરીશ રાવત પણ કેદારનાથમાં હાજર રહેશે.












Click it and Unblock the Notifications
