For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેશનલ હેરાલ્ડ કેસ: આઇટીએ રાહુલ-સોનિયાને 100 કરોડની નોટિસ મોકલી

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને એક મોટો ઝાટકો લાગ્યો છે. આ મામલે ઈન્ક્મ ટેક્સ વિભાગે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ટેક્સ નોટિસ મોકલી છે.

|
Google Oneindia Gujarati News

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને એક મોટો ઝાટકો લાગ્યો છે. આ મામલે ઈન્ક્મ ટેક્સ વિભાગે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ટેક્સ નોટિસ મોકલી છે. એજેએલ સંબંધિત તેમની આવકનું ફરી મૂલ્યાંકન કર્યા પછી ઈન્ક્મ ટેક્સ વિભાગે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નોટિસ મોકલી છે. રિપોર્ટ અનુસાર આ રકમ તેના કરતા ખુબ જ વધારે છે, જે તેમને વર્ષ 2011-12 દરમિયાન જાહેર કરી હતી.

આ પણ વાંચો: નેશનલ હેરાલ્ડ કેસઃ રાહુલ-સોનિયા સામે આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ

ઈન્ક્મમાં કરોડો રૂપિયા ઓછા બતાવ્યા

ઈન્ક્મમાં કરોડો રૂપિયા ઓછા બતાવ્યા

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ખબર અનુસાર આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેમને પોતાની ઈન્ક્મમાં કરોડો રૂપિયા ઓછા બતાવ્યા છે, જેની જાણકારી આ રિપોર્ટમાં આપવામાં આવી છે. ઈન્ક્મ ટેક્સ વિભાગનું કહેવું છે કે કોંગ્રેસ અધ્યક્ષે એજેએલ સાથે જોડાયેલી પોતાની 154.96 કરોડ રૂપિયાની ઈન્ક્મ સંતાડી. જયારે સોનિયા ગાંધીએ એજેએલ ઘ્વારા થયેલી 155.41 કરોડ રૂપિયાની કમાણી છુપાવી. સૂત્રો અનુસાર કોંગ્રેસના બીજા નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝની આવક 48.9 કરોડ રૂપિયા થઇ છે.

સોનિયા-રાહુલે 300 કરોડ કરતા પણ વધારેની આવક છુપાવી

સોનિયા-રાહુલે 300 કરોડ કરતા પણ વધારેની આવક છુપાવી

આઇટી વિભાગ ઘ્વારા બંને ઘ્વારા છુપાવવામાં આવેલી આવક 300 કરોડ કરતા પણ વધારે છે. આ મામલે 100 કરોડની દેણદારી છે. વર્ષ 2011-12 દરમિયાન તેમની આવકનું પુનમુલ્યાંક્ન કર્યા પછી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ફર્નાન્ડિઝ વિરુદ્ધ 31 ડિસેમ્બરે આ આદેશ પસાર કરવામાં આવ્યો અને તેમને આ આદેશની કોપી પણ આપવામાં આવી. આ અવધિ દરમિયાન રાહુલ ગાંધીએ 68.12 લાખ રૂપિયાનો ઈન્ક્મ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યો હતો.

નેશનલ હેરાલ્ડ કેસ

નેશનલ હેરાલ્ડ કેસ

આ પહેલા મંગળવારે ઈન્ક્મ ટેક્સ વિભાગે ઉચ્ચ ન્યાયાલયને જણાવ્યું કે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના 2011-12 કર મામલે નિર્ધારિત આદેશ પસાર કરવામાં આવ્યો હતો પરંતુ તેને અમલમાં લાવવામાં આવ્યો ના હતો.

English summary
IT dept slaps 100 cr tax notice on rahul gandhi and sonia gandhi over ajl income
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X