મુંબઇ : ITએ સેન્ટ્રલ રેલવેના કંપાઉન્ડમાંથી 200 કરોડ જપ્ત કર્યા

મુંબઈનાં સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી પકડાયેલ આ રોકડ રકમ, ગુજરાત મેલ એક્સપ્રેસ દ્વારા બહાર લાવવાની યોજના હતી. ધરપકડ કરાયેલી 50 વ્યક્તિની પોલીસ પૂછપરછ કરી રહી છે. આ અંગેની જાણકારી એનઆઈએને મળી હતી. ગુપ્ત જાણકારી બાદ આવકવેરા વિભાગ અને એનઆઈએની ટીમે દરોડા પાડ્યા હતા.
તમામ રોકડ રકમને અંદાજે દોઢસો બ્રિફકેસમાં ભરીને નાના ટ્રકોમાં રાખવામાં આવી હતી. મુંબઈ સ્થિત આવકવેરા વિભાગની મુખ્ય ઓફિસ સિંધિયા હાઉસમાં રકમની ગણતરી આખી રાત ચાલી હતી, દરોડામાં જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે. રોકડ રકમ 200 કરોડ રૂપિયા કરતા વધી શકે એવી પણ સંભાવના છે.












Click it and Unblock the Notifications
