For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલના લાહોલ-સ્પીતિમાં પહેલી વખત બરફ વર્ષા, જાણો શું કહ્યું હવામાન વિભાગે?

હવામાન વિભાગની આ આગાહી પ્રવાસીઓ માટે સારા સમાચાર લઈને આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લાહૌલ-સ્પીતિમાં ગુરુવારે સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ છે અને તેના કારણે ચારેબાજુ બરફ દેખાઈ રહ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

હિમાચલ પ્રદેશમાં સિઝનની પહેલી બરફ વર્ષા જોવા મળી રહી છે. હવાાન વિભાગ અનુસાર, હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા લાહોલ અને સ્પીતિમાં બરફ વર્ષા જોવા મળી છે. આ બરફ વર્ષાના કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. તાપમાનમાં ઘડાટો થતા હવે જળાશયો થીજાવા લાગ્યા છે.

Lahol-Spiti

હિમાચલ સાથે સાથે કાશ્મીરમાં પણ માહોલ જામી રહ્યો છે. બારામુલામાં પણ હળવી બરફવર્ષા જોવા મળી છે. હવામાન વિભાગ અનુસાર, શુક્રવારે પણ ન્યૂનતમ તાપમાન માઈનસ 2 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે તાપમાનમાં નજીવા વધારાને કારણે કોલ્ડવેવની સ્થિતિમાંથી થોડી રાહત મળી શકે.

હવામાન વિભાગની આ આગાહી પ્રવાસીઓ માટે સારા સમાચાર લઈને આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લાહૌલ-સ્પીતિમાં ગુરુવારે સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ છે અને તેના કારણે ચારેબાજુ બરફ દેખાઈ રહ્યો છે. અહીં એ પણ જાણવુ જરૂરી છે કે આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી કરવા હિમાચલ પહોંચ્યા છે.

લાહૌલ સ્પીતિ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હિમવર્ષાના કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો છે. રાજ્ય હાલમાં તીવ્ર ઠંડી છે. જો કે પ્રવાસીઓની ખુશીમાં વધારો થયો છે. તાપમાનમાં ભારે ઘટાડાથી પાણીના સ્ત્રોત થીજી ગયા છે. આનાથી પ્રવાસીઓને વિવિધ પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

બરફ વર્ષાને જોતા હવામાન વિભાગે પ્રવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વહીવટીતંત્રે પ્રવાસીઓને સોલાંગ વેલી, અટલ ટનલ અને સિસુ તરફ મુસાફરી કરવાનું ટાળવા પણ કહ્યું છે. આ સૂચના બાદ આ સ્થળો તરફ જતા પ્રવાસીઓને મનાલી પરત મોકલી દેવામાં આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ગુરુવારથી કેટલાક સ્થળોએ આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ બરફવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે.

English summary
It snowed for the first time in Himachal's Lahol-Spiti
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X