વર્ષ 2014 અમારા માટે મુશ્કેલીભર્યું રહેશે : જયરામ રમેશ
અમદાવાદ, 25 સપ્ટેમ્બર : કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે જણાવ્યું કે સત્તા વિરોધી લહેરના કારણે વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં યુપીએ માટે એક મુશ્કેલીભર્યો દૌર રહેશે પરંતુ કોંગ્રેસ ભાજપાની જેમ એક વ્યક્તિને પ્રોત્સાહિત કરવાની રણનીતિ નહીં અપનાવે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીએ ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર તેમના અંગે જણાવ્યું કે અમે અસુરક્ષા બોધથી લીપ્ત નથી જેના કારણે અમારે સતત કહેવું પડે કે હું કોણ છું, મને જાદુની છડી મળી ગઇ છે અથવા તો હું સ્વર્ગ બનાવી દઇશ. અમે એ નથી અનુભવતા કે અમારે આ કરવાની જરૂરીયાત છે.

વર્ષ 2014ની ચૂંટણી વ્યક્તિત્વના આધાર પર લડવાની અવધારણાને દૂર કરવાના પ્રયાસ કરતા રમેશે જણાવ્યું કે ચૂંટણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કોંગ્રેસની વિચારધારાઓની વચ્ચે લડવામાં આવશે. રાહુલ ગાંધીને કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં રજૂ કરવાનો એક સવાલના જવાબમાં કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે રાહુલ ગાંધી અમારું નેતૃત્વ કરે છે. તેઓ અમારી રણનીતિ બનાવે છે. એટલે કે તે હાજર છે.












Click it and Unblock the Notifications
