સુપ્રિમ કોર્ટનું સમ્માન કરીએ છીએ: ઇટલીના રક્ષામંત્રી

પોલીસે જણાવ્યું કે ડિ પાઓલા અફઘાનિસ્તાનથી અત્રે આવ્યા છે, અને તેમની સાથે એક પ્રતિનિધિમંડળ પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડિ પાઓલા આજે નૌકાદળના જવાનોને મળી શકે છે. આ નૌકાદળના જવાનોની ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી, અને હાલમાં તેઓ જામિન મુક્ત છે. ડિ પાઓલા બીજીવાર આ જવાનોને મળવા માટે આવ્યા છે.
ઇટલીના રક્ષામંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે 'અમે ભારતની ઉચ્ચ અદાલતના નિર્ણયનું સમ્માન કરીએ છીએ. અને અમને વિશ્વાસ છે કે આ મામલો રાષ્ટ્રીય કાનૂન અને આંતરરાષ્ટ્રીય કાનૂનને ધ્યાનમાં રાખી તેને સુલજાવવામાં આવશે.'












Click it and Unblock the Notifications
