ઇટલીએ કર્યો દગો, પીએમ આક્રમક મૂડમાં

વિપક્ષે સંસદમાં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. ભાજપનું કહેવું છે કે જો સરકાર તેના પર જવાબ નહીં આપે થો સંસદ ચાલવા દેવામાં નહીં આવે. ભાજપના પ્રવક્તા તરુણ વિજયે કહ્યું કે, સરકારે જણાવવું પડશે કે શા માટે ઇટલી, ભારતમાં હત્યાના આરોપી સૈનિકોને પરત મોકલવા નથી ઇચ્છતું. યુપીએ સરકારના સહયોગી એનસીપીનું પણ કહેવું છે કે, આ મુદ્દે વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવવું જોઇએ. લેફ્ટના સાંસદ આ મુદ્દે પીએમને મળ્યા હતા અને પીએમએ કહ્યું છે કે ઇટલી સરકારના આ વલણને સહન કરવામાં નહીં આવે.
પીએમએ આશ્વાસન આપ્યું છે કે વિદેશમંત્રી સાથે વાત કરીશુ કે તે આ મામલામાં દખલગીરી કરે અને તમામ કૂટનીતિક અને કાયદાકીય પગલા ઉઠાવવામાં આવે. આ મુદ્દે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદનું કહેવું છે કે તે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોતાના દેશ ગયા હતા અને તેની સાથે સરકારને કોઇ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે, સરકારે સાથે કોઇ સમજૂતિ નથી, મને વિશ્વાસ છે કે તે ભારત પરત ફરશે અને કોર્ટને જવાબ આપશે. આ મામલે જે કંઇપણ કરવાનું છે તે કોર્ટ કરશે.












Click it and Unblock the Notifications
