ગણતંત્ર દિન: હિમાલયમાં 18 હજાર ફૂટ ઊંચાઇએ ફરકાવ્યો ત્રિરંગો

Written By:
Subscribe to Oneindia News

26 જાન્યુઆરી, 2018 ને શુક્રવારના રોજ દેશના 69મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દરેક ખૂણામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. એવામાં ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ(ITBP) દ્વારા જે સાહસ કરવામાં આવ્યું તે ખરેખર વખાણવા યોગ્ય છે. આટીબીપીના જવાનોએ દેશને સલામી આપવા માટે ત્રિરંગા સાથે હિમાચ્છાદિત હિમાલય પર કૂચ કર હતી 18 હજાર ફૂટની ઊંચાઇએ જઇ ત્રિરંગો ફરકાવ્યો હતો. આ સમયે ત્યાંની તાપમાન માયનસ 30 ડિગ્રી સેલ્સિયસ હતું.

itbp soldiers

આટીબીપીના જવાનોની આ સાહસિક સલામી દર્શાવતો વીડિયો તેમના ઓફિશિયલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઇને લોકો પોતાના દેશના સૈનિકો પ્રત્યે આશ્ચર્યમિશ્રિત સન્માન અનુભવી રહ્યાં છે. એક તરફ 10 આસિયાન દેશના નેતાઓ 69મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતના મહેમાન બન્યા છે, ત્યારે બીજી તરફ સૈનિકોની આ સલામીએ લોકોના મન જીતી લીધા છે. આઇટીબીપીના જવાનોનો આ અદ્ભૂત વીડિયો જુઓ અહીં...

English summary
Republic Day 2018: ITBP soldiers raise tricolor at 18000 feet in Himalayas.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.