For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રીમઝીમ વરસાદની મજા માણી રહ્યા છે અમદાવાદીઓ!

|
Google Oneindia Gujarati News

rain
ગાંધીનગર, 10 જૂન : છેલ્લા ત્રણ દિવસથી ગોવામાં બીજેપીની કાર્યકારિણીની બેઠક ચાલી રહી હતી, અને દરમિયાનમાં ત્યાં વરસાદની હેલી ચાલુ જ હતી. ભારે વિવાદોની વચ્ચે આ બેઠક પણ મોદી માટે ફરી એક વખત લકી સાબિત થઇ અને તેમને પ્રચાર સમિતિનું અધ્યક્ષપદ મળ્યું. ગઇકાલે બેઠક પૂરી થઇ અને આજે સોમવારે ખુશીનો વરસાદ ગોવાથી ગુજરાતના પાટનગર ગાંધીનાગર આવી પહોંચ્યો છે.

સોમવારે સવારથી જ અમદાવાદ, ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. સવારે 11 વાગ્યાથી લઇને 12 વાગ્યા સુધી અમદાવાદ તથા ગાંધીનગરના ઘણા વિસ્તારોમાં રિમઝિમ વરસાદ થયો હતો.

કેરળથી પહેલી જૂને સમયસર વરસાદ નીકળી પડ્યો હતો પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના મધ્યભારતના રાજ્યોમાં વરસાદનું સમય પહેલા જ આગમન થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના સૌરાષ્ટ્રમાં સમય પહેલા જ 2-3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે છેલ્લા 36 કલાકથી મહારાષ્ટ્રના મુંબઇમાં મૂશળાધાર વરસાદ થઇ રહ્યો છે.

ગુજરાતમાં રવિવારથી જ વાદળછાયું વાતાવરણ હોવાના પગલે ગરમીથી લોકોને રાહત મળી હતી, તેમજ ગરમીનો પારો થોડો નીચે આવ્યો હતો. જોકે કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાના કારણે બફારાનો અનુભવ થયો હતો. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 10થી 13 જૂનના રોજ સંપૂર્ણ રીતે વરસાદી માહોલ સર્જાઇ જવાનું જણાવ્યું છે.

મુંબઇની વાત કરીએ તો હાલમાં મુંબઇની સ્થિતિ ખૂબજ ખરાબ છે. મુંબઇમાં સતત 36 કલાકથી વરસાદ થઇ રહ્યો છે, જેના કારણે મુંબઇના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. અહીં એ પ્રશ્ન થઇ રહ્યો છે કે પ્રી મોનસૂનમાં જ મુંબઇની આવી આવી હાલત છે તો ભરવરસાદની મોસમમાં કેવા હાલ થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવનાર 24 કલાક સુધી મુંબઇકરાઓને વરસાદથી રાહત મળવાની નથી, બલકે તેમણે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

English summary
its normal raining in Ahmedabad and Gandhinagar today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X