For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્નીને વેશ્યા કહેવા પર પતિની હત્યા મર્ડર નથીઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે પતિ દ્વારા પત્ની અને તેની પુત્રીને વેશ્યા કહેવાના કારણે હત્યાના કેસમાં મોટો ચુકાદો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે પતિ દ્વારા પત્ની અને તેની પુત્રીને વેશ્યા કહેવાના કારણે હત્યાના કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે પતિએ પોતાની પત્ની અને પુત્રીને વેશ્યા કહી જેના કારણે ગુસ્સામાં પત્નીએ પતિની હત્યા કરી દીધી, એવામાં આ હત્યા નહિ પરંતુ બિન ઈરાદાપાત્ર હત્યા છે. કોર્ટે કહ્યુ કે પતિએ પત્ની અને પુત્રીને વેશ્યા કહી હતી જેના કારણે એકદમથી પત્નીએ ગુસ્સામાં પતિ પર હુમલો કર્યો અને તેનુ ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી છે.

શું છે કેસ

શું છે કેસ

તમને જણાવી દઈએ કે તમિલનાડુમાં એક મહિલાની પડોશમાં રહેતા વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. જે દિવસે આ ઘટના બની હતી તે દિવસે મહિલાના પતિએ તેને અને તેની પુત્રીને વેશ્યા કહી હતી જેના કારણે બંને વચ્ચે વિવાદ થઈ ગયો. આ દરમિયાન પડોશમાં રહેતો પ્રેમી પણ ત્યાં આવી ગયો અને તેણે પતિને તમાચો મારી દીધો. ત્યારબાદ મહિલા અને તેના પ્રેમીએ પતિની ગળુ દબાવીને હત્યા કરી દીધી. હત્યા બાદ પતિના શબને એક દોસ્તની કારમાં બંધ કરી દીધુ હતુ. 40 દિવસ બાદ પોલિસને શબ મળ્યુ હતુ.

એકદમથી મહિલાએ ગુમાવ્યુ નિયંત્રણ

એકદમથી મહિલાએ ગુમાવ્યુ નિયંત્રણ

ઘટના બાદ મહિલાએ પોતે પોતાનો ગુનો કબુલ કર્યો હતો. ત્યારબાદ ટ્રાયલ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટે મહિલા અને તેના પ્રેમીને હત્યાના દોષી માન્યા હતા. પરંતુ આ મામલે સુપ્રીમ કોર્ટના જજ જસ્ટીસ મોહન એમ શાંતાનાગોદર અને દિનેશ માહેશ્વરીએ સુનાવણી કરતા કહ્યુ કે અશ્લીલ ભાષાના કારણે મહિલાને એકદમથી ગુસ્સો આવી ગયો અને મહિલાએ પોતાનું નિયંત્રણ ગુમાવી દીધુ અને થોડી જ મિનિટોમાં પતિની હત્યા કરી દીધી. મૃત પતિએ પત્નીને વેશ્યા કહીને ઉશ્કેરી હતી.

કોઈ પણ મહિલા સહન નહિ કરે

કોઈ પણ મહિલા સહન નહિ કરે

કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ કે અમારા સમાજમાં કોઈ પણ મહિલા પોતાના વિશે પતિ દ્વારા આ પ્રકારના શબ્દો સહન નહિ કરે. એટલુ જ નહિ કોઈ પણ મહિલા ખાસ કરીને પોતાની પુત્રી માટે આ પ્રકારના શબ્દો ક્યારેય ઉપયોગ નહિ કરે. આ ઘટના એકદમથી ભડકાવવાનો કેસ છે. ત્યારબાદ કોર્ટે આ કેસમાં આજીવન કેદની સજાને 10 વર્ષની સજામાં બદલી દીધી અને તેને હત્યાના બદલે બિના ઈરાદાપાત્ર હત્યાનો કેસ માન્યો છે.

આ પણ વાંચોઃ 46 ટકા લોકોએ માન્યું, નોકરીઓ આપવામાં મોદી સરકાર નિષ્ફળ: સર્વેઆ પણ વાંચોઃ 46 ટકા લોકોએ માન્યું, નોકરીઓ આપવામાં મોદી સરકાર નિષ્ફળ: સર્વે

English summary
Its not murder if women kills her husband for calling her prostitute says supreme court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X