J&K Elections 2024: ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, કોને-ક્યાંથી મળી ટિકિટ, અહીં જાણો આખુ લિસ્ટ
J&K Elections 2024: ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં રિયાસી, હબડકલ, ગુલાબગઢ, શ્રી માતા વૈષ્ણો દેવી, રામનગર, ઉધમપુર પશ્ચિમ, પૂંચ હવેલી સહિત કુલ 29 બેઠકો સામેલ છે.
ભાજપે અગાઉ ત્રણેય તબક્કા માટે કુલ 44 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી, જેમાં બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કા માટે 19 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં બીજા અને ત્રીજા તબક્કા માટે જાહેર કરાયેલ ઉમેદવારોની યાદી પાછી ખેંચી લેવામાં આવી હતી અને ત્યારબાદ પ્રથમ તબક્કા માટે જ 15 ઉમેદવારોના નામની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી.

અહીં જુઓ સંપૂર્ણ યાદી
BJP releases third list of 29 candidates for upcoming Jammu and Kashmir Assembly elections.
— ANI (@ANI) August 27, 2024
Devinder Singh Rana to contest from Nagrota. pic.twitter.com/3gcOzVhN2T
નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 18 સપ્ટેમ્બરે, બીજો તબક્કો 25 સપ્ટેમ્બરે અને ત્રીજો તબક્કો 1 ઓક્ટોબરે યોજાશે. 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણી મહત્વપૂર્ણ છે કારણ કે ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ આ પ્રથમ ચૂંટણી છે. 2014માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો જીતી હતી. જ્યારે જમ્મુ અને કાશ્મીર હજુ સંપૂર્ણ રાજ્ય હતું.
બીજા અને ત્રીજા તબક્કા માટે નામાંકન ભરવાની પ્રક્રિયા અનુક્રમે 29 ઓગસ્ટ અને 5 સપ્ટેમ્બરથી શરૂ થશે. મહત્વપૂર્ણ બંધારણીય ફેરફારો બાદ આ ચૂંટણી લોકોને સરકાર પસંદ કરવાની તક આપશે. ભાજપને કોંગ્રેસનો પડકાર છે. જેણે જમ્મુ ક્ષેત્રમાં નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે. જે 2014થી ભાજપનો ગઢ રહ્યો છે.












Click it and Unblock the Notifications
