જમ્મુ કાશ્મીરના પુલવામાં સેનાએ બે આંતકીઓને માર્યા

Posted By:
Subscribe to Oneindia News

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં હાલ પણ હિંસક અથડામણો ચાલી રહી છે. તેમાં જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકીઓ અને સેના વચ્ચે ચાલી રહેલા એનકાઉન્ટરમાં બન્ને તરફથી ફાયરિંગ થતા સેનાએ બે આતંકીઓને મારી નાંખ્યા છે. જે બે આંતકીઓને મારવામાં સેનાને સફળતા મળી છે તેમના નામ વસીમ શાહ અને હાફિઝ નિસાર છે. ઉલ્લેખનીય છે કે સેના દ્વારા આતંકીઓનો ખાતમો કરવામાં માટે હાલ મોટી સંખ્યામાં અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. અને જમ્મુ કાશ્મીરમાં શિયાળો શરૂ થાય તે પહેલા સેના મોટા ભાગના આતંકીઓનો ખાતમો કરવા માંગે છે.

army

આ માટે જ હાલમાં જ સેનાએ બડગામ ખાતે આતંકીઓને ઠાર માર્યા હતા. જો કે તેમાં બે સેનાના અધિકારીઓની પણ મોત થઇ હતી. આ ઓપરેશનમાં જે એક આતંકીને મારવામાં આવ્યો હતો. તે લશ્કર એ તૈયબા સાથે સંબંધ ધરાવતો હતો. બડગામમાં સેનાએ લશ્કરના ઓપરેશનલ કમાન્ડર ખાલિદને મારી મોટી સફળતા મેળવી હતી. ખાલિદ સીમા પાર પાકિસ્તાનથી પણ જોડાયેલો હતો અને તે કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિ વધારવા લોકોની ઉશ્કેરણી પણ કરી રહ્યો હતો.

English summary
J&K: Encounter underway in Pulwama, 2 terrorist died. Read here more on this news.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.