નવી દિલ્હી, 19 માર્ચ: એક જમાનામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ખૂબ જ ખાસ માનવામાં આવતા વરિષ્ઠ કોંગ્રેસી નેતા જગદંબિકા પાલ અને કાનપુરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પરત કરનાર જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ પર આજે ભગવો રંગ લાગી ગયો છે. એટેલે કે આ બંને નેતાઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ગયા છે.
પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહની હાજરીમાં તેમણે પાર્ટીનું સભ્યપદ લીધું. સભ્યપદ સમારંભ દરમિયાન રાજનાથ સિંહે જણાવ્યું કે 'ઘણા બધા નેતા ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. આ ક્રમમાં કદ્દાવર નેતા જગદંબિકા પાલે કોંગ્રેસ છોડી દીધું છે. લોકસભામાંથી ત્યાગપત્ર આપીને તેમણે ભાજપનું સભ્યપદ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.'
તેમના ઉપરાંત દેશના જાણીતા અને ફેમશ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ, જેને સમાજવાદી પાર્ટીએ કાનપુરથી લોકસભાની ટિકિટ આપી હતી, તેમણે પોતાનું રાજીનામુ ધરી દીધું અને ટિકિટ પણ પરત કરી દીધી. રાજનાથ સિંહે જણાવ્યું કે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ગયા છે અને તેમના આવવાથી અમને પ્રસન્નતા છે. Comments