Karnataka Election: ભાજપમાંથી રાજીનામા બાદ જગદીશ શેટ્ટારને મળવા પહોંચ્યા કોંગ્રેસના તમામ નેતા

Karnataka Election: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા જગદીશ શેટ્ટારે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. ભાજપ છોડ્યા બાદ જગદીશ શેટ્ટારની મુલાકાત કરવા માટે કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતા પહોંચ્યા.

આ મુલાકાત બાદ પૂર્વ મુખ્યમંત્રી શેટ્ટાર કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો તેજ થઈ ગઈ છે. કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલા, વિપક્ષના નેતા સિદ્ધારમૈયા, કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમાર બેંગલુરુમાં જગદીશ શેટ્ટારને મળ્યા હતા.

Jagdish Shettar

ભાજપ અને વિધાનસભામાંથી રાજીનામું આપ્યા પછી શેટ્ટારે કહ્યુ હતુ કે તેઓ કાર્યકર્તા સાથે ભવિષ્યની કાર્યવાહી અંગે ચર્ચા કરશે. શેટ્ટારે ટ્વીટ કરીને લખ્યુ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જે રાજકીય ઘટનાક્રમ થઈ રહ્યો છે તેનાથી હું કંટાળી ગયો છુ. મે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે, કાર્યકર્તા સાથે મારા આગામી પગલા અંગે હું ચર્ચા કરીશ.

તેમણે વધુમાં ઉમેર્યુ કે મને ખાતરી છે કે હંમેશની જેમ તમારો પ્રેમ અને આશીર્વાદ મારી સાથે રહેશે. આ પહેલા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ રવિવારે કહ્યુ હતુ કે ભાજપમાં જગદીશ શેટ્ટરાનુ અપમાન થયુ છે. ભાજપ તાશના પત્તાના જેમ વિખેરાઈ રહી છે.

સુરજેવાલાએ ટ્વીટ કરીને લખ્યુ, અપમાનિત કરીને ફેંકી દેવામાં આવ્યા. મોદી-બોમાઈ આ રીતે વર્તે છે. પૂર્વ મુખ્યમંત્રી, વિપક્ષના નેતા, 6 વખત ભાજપના ધારાસભ્ય, વરિષ્ઠ લિંગાયત ભાજપના નેતા. આ છે ભાજપની યુક્તિ, ચહેરો, ચરિત્ર.

આ પહેલા મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યુ હતુ કે જેપી નડ્ડા અને અમિત શાહે શેટ્ટારને દિલ્લીમાં મોટા પદની ઑફર કરી હતી. શેટ્ટાર આ ક્ષેત્રમાં વરિષ્ઠ અને મોટા નેતા રહ્યા છે. નડ્ડા-શાહે તેમને દિલ્લીમાં મોટા પદની ઑફર કરી હતી. જો શેટ્ટાર આ સાથે આગળ વધ્યા હોત તો બધુ સારુ થાત.

બસવરાજે કહ્યુ કે કેટલાક લોકોને ટિકિટ એટલા માટે આપવામાં આવી નથી કારણ કે નવી પેઢીને તક આપવાની હતી. મુખ્યમંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા શેટ્ટારે કહ્યું કે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ શા માટે આપવામાં આવી?

ત્રિપા રેડ્ડી 76 વર્ષના, દિપેશ સ્વામી 76 વર્ષના, કરજોર 72, આવા ઘણા નેતાઓ છે. પરંતુ હું 67 વર્ષનો છું, મને ટિકિટ કેમ આપવામાં ન આવી. મને યેદિયુરપ્પા અને અનંત કુમારના નેતૃત્વમાં ટિકિટ જોઈતી હતી. તમને જણાવી દઈએ કે 10 મેના રોજ કર્ણાટકની તમામ 224 સીટો પર મતદાન થશે, જ્યારે 13 મેના રોજ મતગણતરી થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X