Karnataka election : જગદીશ શેટ્ટરના જવાથી પાર્ટીને કોઈ ફરક નહીં પડે - બસવરાજ બોમ્મઈ

કર્ણાટકમાં બીજેપીને ટિકિટ વહેંચણીમાં પરિસ્થિતી કોઈપણ રીતે થાળે નથી પડી રહી. એક પછી એક નેતા ટિકિટ કપાતા પાર્ટી છોડી રહ્યા છે. હવે બીજેપીના મોટા નેતા અને પુર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે પાર્ટી છોડતા રાજનીતિ ગરમાઈ છે. હુબલી-ધારવાડથી છ વખત ધારાસભ્ય રહેલા શગદીશ શેટ્ટર મુદ્દે હવે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈનું નિવેદન સામે આવ્યુ છે.

જગદીશ શેટ્ટરે આરોપ લગાવ્યો હતો કે બીજેપીમાં તેમનું સન્માન ન થયુ અને તે દુ:ખી થઈને વિપક્ષ કોંગ્રેસ સાથે હાથ મિલાવી રહ્યા છે. શેટ્ટરના કોંગ્રેસમાં જોડાવાથી ભાજપને મોટો ફટકો પડ્યો છે, મનાઈ રહ્યું છે કે, ચૂંટણીના પરિણામોમાં બીજેપીને ઝટકો લાગી રહી છે.

Bommai

જગદીશ શેટ્ટર મુદ્દે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે, તેમના જવાથી પાર્ટીની સંભાવનાઓ પર કોઈ ફરક પડવાનો નથી. તેમને કહ્યું કે, જગદીશ શેટ્ટરના કોંગ્રેસમાં જોડાવાના નિર્ણયથી તેમને હેરાની થઈ છે.

મુખ્યમંત્રી બોમ્મઈએ શેટ્ટરના એ આરોપને નકાર્યો કે જેમાં તેમંને કહ્યું હતું કે, બીજેપીમાં તેમનું સન્માન નથી અને તેમને દૂર કરવાના પગલા પાછળ કાવતરું હતું. સીએમે બોમ્મઈએ દાવો કર્યો કે જગદીશ શેટ્ટરનું સન્માન હતું અને પાર્ટીએ તેમને હોદ્દો આપ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે બીજેપીએ છેલ્લા 25 વર્ષમાં તેમના રાજકીય વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમના જવાથી પ્રદેશમાં નવા નેતૃત્વના ઉદભવનો માર્ગ મોકળો થયો છે. આનાથી બીજેપીની ચૂંટણીની સંભાવનાઓ પર કોઈ ફરક પડવાનો નથી. બોમ્મઈએ સંપૂર્ણ વિશ્વાસ સાથે કહ્યું કે પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં પરત ફરશે. તેમને કોંગ્રેસ પર યુઝ એન્ડ થ્રોની સંસ્કૃતિને અનુસરવાનો પણ આરોપ લગાવ્યો.

બોમ્મઈએ આગળ જણાવ્યુ કે, કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થનારા નેતાઓને ચૂંટણી સુધી સન્માનિત કરશે, જેના પછી થોડા મહિનાઓમાં જ તેમને અપમાનનો સામનો કરવો પડશે.

અહીં બોમ્મઈએ પૂર્વ મુખ્યમંત્રી વીરેન્દ્ર પાટીલ, ડી દેવરાજ ઉર્સ અને એસ બંગારપ્પાના નામ લઈને કહ્યું કે આ જાણતા હોવા છતાં શેટ્ટર કોંગ્રેસમાં કેમ જોડાયા તેની મને ખબર નથી. હું આશ્ચર્યચકીત છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X