ફરી ખુલ્યું વિવાદોનું 'પુસ્તક', સલમાન રશ્દીનો વિરોધ શરૂ

jaipur-literature-festival-2013
જયપુર, 21 જાન્યુઆરી: સલમાન રશ્દીના પુસ્તકને લઇને જયપુર સાહિત્ય સંમેલન ફરી એકવાર વિવાદોમાં સપડાયું છે. મુસ્લિમ સંગઠન જમત એ નામૂસ એ રસૂલને ચેતાવણી આપી છે કે જો સંમેલનમાં સલમાન રશ્દીના પુસ્તકના વિવાદિત અંશ વાંચનાર ચાર લેખકોને બોલાવવામાં આવ્યા તો તેનો વિરોધ કરવામાં આવશે.

અજમત-એ-નામૂસ-એ-રસૂલની ગઇકાલે એક કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં દેશભરના ઉમેલા અને મોલવી આવ્યા હતા. આ નિર્ણય તે બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ મુસ્લિમ સંગઠનના લેખક રૂચિ શર્મા, જીત થ્યાલ, અમિતાભ કુમાર અને કુંજરૂના આપવા પર વિરોધ કરવામાં આવ્યો હતો.

અજમત-એ-નામૂસ-એ-રસૂલના સંયોજક સહરાઇએ કહ્યું હતું કે સાહિત્ય સંમેલનને લઇને અમને કોઇ વાંધો નથી. પરંતુ તેમાં જો આવા લેખકોને બોલાવવામાં આવશે અથવા કોઇ ફિલ્મ અથવા આવા પુસ્તકને મુકવામાં આવશે કે જેમાં ઇસ્લામનો અનાદર થતો હોય તે અમે સહન કરી શકીશું નહી.

સહરાઇએ કહ્યું હતું કે પહેલાં અમે આવું કર્યું છે જો તે લેખકોને બોલાવવામાં આવશે તો પછી અમે વિરોધ કરીશું. જયપુર પોલિસ કમિશ્નર બી એલ સોનીએ કહ્યું હતું કે આયોજકોએ અમને કહ્યું છે કે અહીં સલમાન રશ્દીના પુસ્તક સંબંધિત કશું કરવાનું નથી. આવા સમયે જો કોઇપણ પ્રકારનું વિરોધ પ્રદર્શન થશે તો કડક વ્યવહાર કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X