For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયરામ રમેશનો નવો મંત્ર: જે ઘરમાં ટોઈલેટ નહીં તો કન્યા નહીં

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jairam-ramesh-media-meeting
જયપુર, 23 ઑક્ટોબર: નિર્મળ ભારતની યાત્રા પર નિકળેલા ગ્રામિણ વિકાસ મંત્રી જયરામ રમેશે થોડાં દિવસો અગાઉ ટોઇલેટની તુલના મંદિર સાથે કરી હતી. આ મુદ્દો ઘણો હોબાળો મચ્યો હતો. આ વખતે ફરી એકવાર જયરામ રમશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જયરામ રમેશે કહ્યું છે કે ‘તમે લગ્ન કરતા પહેલાં રાહુ-કેતુ સહિતના ગ્રહોની સ્થિતિ શું છે તેના વિશે જયોતિષીઓની સલાહ લો છો. તેની સાથે તમારે એ પણ તપાસ કરવી જોઈએ કે તમે જે ઘરમાં પરણીને જાઓ છો ત્યાં ટોઈલેટ છે કે નહીં અને પછી નિર્ણય લેવો જોઈએ.'

જયરામ રમેશે આ સાથે જ મધ્યપ્રદેશની અનિતા નારે નામની મહિલાના ઉદાહરણને ટાંકતાં કહ્યું હતું કે, લગ્નના બે દિવસ બાદ જ પતિના ઘરે ટોઈલેટ ન હોવાનું માલૂમ થતા ઘર છોડી દીધું હતું ટોઈલેટ બને પછી જ પરત આવવા કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે થોડાં દિવસો અગાઉ જયરામ રમેશે ટોઇલેટ મંદિર કરતાં વધારે પવિત્ર હોય છે એવું નિવેદન કર્યુ હતું. જયરામ રમેશના આ નિવેદનને લઇને ઘણો હોબાળો મચી ગયો હતો.આ મુદ્દો કોર્ટમાં વિચારણા હેઠળ છે.

English summary
Days after he kicked up a row by stating that there are more temples than toilets in India, Union Minister Jairam Ramesh on Sunday urged women not to get married into families which do not have toilets in their homes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X