Jaisalmer bus fire : રાજસ્થાનના જૈસલમેર નજીક બસમાં આગ લાગતા 20 લોકોના કરૂણ મોત
Jaisalmer bus fire : રાજસ્થાનના જૈસલમેર જિલ્લા નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક ખાનગી બસમાં અચાનક આગ લાગી જતાં મોટી જાનહાનિ થઈ છે.
આ ભયાનક કરૂણાંતિકામાં ઓછામાં ઓછા 20 મુસાફરો જીવતા ભૂંજાયા હોવાના અહેવાલો છે, જ્યારે 16 જેટલા અન્ય યાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી આ બસમાં અંદાજે 57 જેટલા યાત્રીઓ સવાર હતા. આ દુર્ઘટના જૈસલમેરથી જોધપુર તરફ જઈ રહી હતી તે દરમિયાન બની હતી.
બસ જૈસલમેરથી જોધપુરના માર્ગ પર હતી ત્યારે અચાનક તેમાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે મુસાફરોને બહાર નીકળવાનો પૂરતો સમય મળ્યો નહોતો. આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ ચાલી રહી છે, પરંતુ પ્રારંભિક દૃશ્યો દર્શાવે છે કે આ એક ગમખ્વાર અકસ્માત હતો.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જો કે, આગની તીવ્રતા એટલી વધારે હતી કે 20 લોકોના મોત થઈ ગયા.
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મૃતકોની ઓળખ કરવા અને તેમના પરિવારોનો સંપર્ક કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ દુઃખદ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.












Click it and Unblock the Notifications
