જવાબ આપવા યોગ્ય નથી જેઠમલાણીનો પત્રઃ જેટલી

arun-jaitley
નવીદિલ્હી, 27 નવેમ્બર: ભારતીય જનતા પાર્ટીમાંથી નિલંબિત રાજ્યસભાના સાંસદ રામ જેઠમલાણીએ પાર્ટીની દશા અને દિશા પર પ્રશ્નો ઉઠાવતા અધ્યક્ષ નિતિન ગડકરીને પત્ર લખ્યો છે, જોકે, પાર્ટીએ કહ્યું છે કે તે ટિપ્પણીને લાયક નથી.

ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીનું રાજીનામું માંગનાર અને સીબીઆઇ નિદેશકના રૂપમાં રંજીત સિન્હાની નિયુક્તિ પર પાર્ટી લાઇનથી હટીને સરકારના પક્ષમાં નિવેદન આપ્યા બાદ અનુશાસનહીનતા હેઠળ પગલું ભરતા જેઠમલાણીને પાર્ટીમાંથી નિલંબિત કરવામાં આવ્યા હતા અને તેમને કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી હતી.

જેઠમલાણીના પત્ર અંગે પૂછવામાં આવતા રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ કહ્યું, 'હું નથી સમજતો કે જેઠમલાણીને વધુ જવાબ આપવાની જરૂર છે.' તેમણે કહ્યું છે કે તેઓ એ અંગે કોઇ ટિપ્પણી કરવા માગતા નથી.

નોંધનીય છે કે જેઠમલાણીએ સોમવારે કહ્યું હતું કે તેમણે નિતિન ગડકરીને પત્ર લખ્યો છે પરંતુ તે તે અંગે કંઇ કહી નહી શકે. જેઠમલાણી, ગડકરીના રાજીનામાની પહેલા જ માંગ કરી ચૂક્યા છે. એવુ માનવામાં આવી રહ્યું છેકે જેઠમલાણીએ પોતાના પત્રમાં પાર્ટીની દશા અને દિશા પર ચિંતા વ્યક્ત કરી છે અને વર્તમાનના નેતૃત્વ સામે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X