Jalandhar Bypoll Result : જલંધરમાં કોંગ્રેસ યુગનો અંત, AAP એ મેળવી જંગી જીત

Jalandhar Bypoll Result : જલંધર લોકસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુશીલ રિંકુએ મોટી જીત નોંધાવી છે. આપ ઉમેદવા સુશીલ રિંકુ 57000થી વધુ મતોની પેટાચૂંટણીમાં જીત મેળવી છે.

બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર કરમજીત કૌર ચૌધરી બજા નંબર પર રહી હતી. તો ત્રીજા નંબર પર શિરોમણિ અકાલી દળ-બસપા ઉમેદવાર સુખવિંર સુખી અને ભાજપના ઇન્દર ઇકબાલ અટવાલ ચોથા ક્રમે રહ્યા હતા.

Jalandhar Bypoll Result

અત્રે ઉલ્લેખનીય છે કે, સુશીલ કુમાર રિંકુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસ પાર્ટીમાંથી જ કરી હતી. જોકે, જલંધર લોકસભા પેટાચૂંટણી પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, રિંકુ 1990માં NSUIનો સક્રિય સભ્ય રહી ચૂક્યો છે. વર્ષ 1992માં અકાલી દળની પેટાચૂંટણી દરમિયાન સુશીલ કુમાર રિંકુએ યુવાનોને ચૂંટણી માટે તૈયાર કર્યા અને બૂથ સ્તરના કાર્યકર તરીકે કામ કર્યું હતું.

રિંકુ 2006 માં કાઉન્સિલર બન્યા હતા. જે બાદ, વર્ષ 1994 માં, સુશીલ રિંકુ DAV કોલેજ જલંધરમાં શ્રી ગુરુ રવિદાસની સાંસ્કૃતિક સોસાયટીના પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે વર્ષ 2002માં લોકસભા ચૂંટણી દરમિયાન કાર્યકર તરીકે કામ કર્યું હતું. આ પછી તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની નજરમાં આવ્યા. તેમણે 2006માં નાગરિક ચૂંટણી લડી અને કોર્પોરેટર તરીકે ચૂંટાયા. તેઓ 2500 મતોથી જીત્યા હતા.

કોંગ્રેસમાં હતો રિંકુનો પરિવાર - જલંધર પેટાચૂંટણીમાં AAPને જીતવામાં મદદ કરનારા સુશીલ રિંકુએ કોંગ્રેસ પાર્ટીની ઘણી સેવા કરી હતી. તેમનો પરિવાર પણ કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો. તેમના કાકા અને પિતાએ લગભગ દરેક વિધાનસભા અને સંસદની ચૂંટણીમાં પાર્ટી કાર્યકર્તા તરીકે કામ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1977માં ઈમરજન્સી દરમિયાન કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવા બદલ તેમનો આખો પરિવાર જેલમાં બંધ હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X