જમ્મુ કાશ્મીરના કુપવાડામાં હિમસ્ખલનથી 1 જવાન શહીદ, 2 ઘાયલ
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં મોટી દૂર્ઘટના સામે આવી છે.
નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરના કુપવાડામાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં ગઈ રાતે હિમસ્ખલનમાં સેનાનો જવાન શહીદ થઈ ગયો છે જ્યારે બે જવાન આ દૂર્ઘટનામાં ઘાયલ થઈ ગયા છે. માહિતી મુજબ મંગળવારે રાતે લગભગ 8 વાગે કુપવાડા જિલ્લાના તંગધાર વિસ્તારમાં રોશન પોસ્ટ પાસે હિમસ્ખલનના કારણે આ દૂર્ઘટના બની. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.













Click it and Unblock the Notifications
