For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરઃ વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે અવિનાશ રાય ખન્નાને આ મોટી જવાબદારી સોંપી

જમ્મુ-કાશ્મીરઃ વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે અવિનાશ રાય ખન્નાને આ મોટી જવાબદારી સોંપી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધઆનસભા ચૂંટણી માટે અવિનાશ રાય ખન્નાને પ્રભારી નિયુક્ત કર્યા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આ જાણકારી આપી છે. જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી નવેમ્બરમાં થાય તેવા અણસાર છે. કેમ કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મંગળવારે નવી દિલ્હીમાં થયેલ બેઠકમાં રાજ્ય એકમના કોર ગ્રુપને ચૂંટવાની તૈયારીઓમાં લાગી જવા માટે કહેવામાં આવ્યું છે.

jammu and kashmir

મંગળવારે થયેલ બેઠકમાં કેન્દ્રીય નેતૃત્વએ પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને કહ્યું કે, તે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દે. બૂથ સ્તર પર પાર્ટીને મજબૂત કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકમાં નેતાઓએ કહેવામાં આવ્યું કે તે અનાવશ્યક નિવેદનબાજીથી બચે અને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન દે. આખું ધ્યાન ચૂંટણી પર કેન્દ્રીત કરે અને પાર્ટીને મજબૂત બનાવે.

એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે જમ્મુ અને કાશ્મીરમાં મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા સાથે ચૂંટણી કરાવવામાં આવી શકે છે. ત્રણ રાજ્યોની ચૂંટણી આ વર્ષે ઓક્ટોબરમાં જ થવાની ઉમ્મીદ છે. મીડિયામાં ચાલી રહેલ અહેવાલો મુજબ હિંસા પ્રભાવિત મ્મુ અને કાશ્મીરને પણ આ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે. ચૂંટણી પેનલે 4 જૂને કહ્યું હતું કે તે આગામી મહિને થનાર અમરનાથ યાત્રા બાદ કાર્યક્રમની ઘોષણા કરશે. હાલ રાજ્યમાં હજુ પણ રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે.

ભાજપ દ્વારા પીડીપીના નેતૃત્વ વાળા સત્તાધારી ગઠબંધનથી સમર્થન પરત લીધા બાદ 20 જૂન 2018ના રોજ જમ્મુ કાશ્મીરના રોજ રાજ્યપાલના શાસનમાં લેવામાં આવ્યો હતો. રાજ્યપાલના શાસન છ મહિના બાદ, રાજ્ય અને કેન્દ્રીય સંવિધાનમાં પ્રાસંગિક પ્રાવધાનો મુજબ રિયાસતમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યો હતો. 21 નવેમ્બર 2018ના રોજ રાજ્યપાલ સત્યપાલ મલિકે 87 સભ્યોની રાજ્ય વિધાનસભાને એવા સમયે ભંગ કરી દીધી હતી જ્યારે પીડીપીને કોંગ્રેસ અને તેની કટ્ટર વિરોધી નેશનલ કોન્ફ્રેન્સે સમર્થન આપવાની પેશકશ કરી હતી.

આ પણ વાંચો- કૉફી કિંગ વીજી સિદ્ધાર્થના મોત પર વિજય માલ્યાએ કર્યું ટ્વીટ, કહી મોટી વાત

English summary
Jammu and Kashmir: BJP has given a lot of responsibility to Avinash for assembly elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X