For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૉફી કિંગ વીજી સિદ્ધાર્થના મોત પર વિજય માલ્યાએ કર્યું ટ્વીટ, કહી મોટી વાત

કૉફી કિંગ વીજી સિદ્ધાર્થના મોત પર વિજય માલ્યાએ કર્યું ટ્વીટ, કહી મોટી વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બે દિવસથી લાપતા કેફે કોફી ડેના માલિક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ નેત્રાવતી નદીમાંથી બુધવારે મળી ગયો છે. તેઓ સોમવારે સાંજે 6.30 વાગ્યાથી લાપતા હતા. તેઓ પોતાના ડ્રાઈવર સાથે ટહેલવા માટે કારથી નિકળ્યા હતા. મેંગ્લોરમાં નેત્રવતી નદી પર બનેલ પુલ પર તેઓ ઉતરી ગયા અને પોતાના ડ્રાઈવરને ઈંતેજાર કરવાનું કહી તેઓ ટહેલવા ચાલ્યા ગયા હતા. સિદ્ધાર્થ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા એસએમ કૃષ્ણાના જમાઈ હતા. જણાવી દઈએ કે વીજી સિદ્ધાર્થે પોતાના એક પત્રમાં આવકવેરા અધિકારીઓના ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો.

vijay mallya

વીજી સિદ્ધાર્થના મામલાને લઈ વિજય માલ્યાએ ટ્વીટ કર્યું. તેમણે લખ્યું કે, મારી અને વીજી સિદ્ધાર્થ વચ્ચે પ્રત્યક્ષ રીતે તો નહિ પરંતુ અપ્રત્યક્ષ રીતે સંબંધ છે. હું તેમના પત્રથી પરેશાન છું. બેંક અને સરકારી એજન્સી કોઈને પણ પરેશાન કરી શકે છે. જુઓ જ્યારે હું પુરા પૈસા આપવા માટે તૈયાર હતો ત્યારે તેમણે મારી સાથે શું કર્યું. એટલેથી જ માલ્યા ન અટક્યા, આગળ તેમણે લખ્યું કે પશ્ચિમી દેશોમાં સરકાર અને બેંક લોન ચૂકવવા માટે લોન લેતા લોકોની મદદ કરે છે. લોન ચૂકવવાની મેં દરેક મુમકિન કોશિશ કરી. જણાવી દઈએ કે વિજય માલ્યા હાલ લંડનમાં રહી રહ્યા છે. વિજય માલ્યા ભારતીય બેંક સાથે 9000 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગ કરવાના આરોપમાં ફરાર છે.

આ હતી વીજી સિદ્ધાર્થની ચિઠ્ઠી

ગાયબ થતા પહેલા વીજી સિદ્ધાર્થે બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ અને સીસીડી ફેમિલીને એક ચિઠ્ઠી લખી હતી. આ ચિટ્ઠીમાં તેમણે કંપનીની હાલત અને પોતાના પરના દેવાંનો ઉલ્લેખ કર્યો છે. ચિઠ્ઠીમાં વીજી સિદ્ધાર્થે પોતાની નાકામિયાબી વિશે લખ્યું કે- હું સીસીડીના પ્રોફિટેબલ મોડેલ બનાવવામાં નિષ્ફળ રહ્યો.

સિદ્ધાર્થનો મૃતદેહ મળ્યા બાદ CCDના શેર ધડામ, રોકાણકારોના 2800 કરોડ ડૂબ્યા સિદ્ધાર્થનો મૃતદેહ મળ્યા બાદ CCDના શેર ધડામ, રોકાણકારોના 2800 કરોડ ડૂબ્યા

English summary
vijay mallya tweeted on death of vg siddharth, said this thing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X