Jammu- Kashmir: શોપિયાંમાં વધુ એક અથડામણ, 4 આતંકીઓને ઠાર માર્યા

Jammu- Kashmir: શોપિયાંમાં વધુ એક અથડામણ, 4 આતંકીઓને ઠાર માર્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિનો બહુ વધારો જોવા મળી રહ્યો છે. પાછલા 1 મહિનાથી ઘાટીમાં આતંકી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ફરી એકવાર સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. આ અથડામણમાં અત્યાર સુધી પાંચ આતંકી ઠાર મરાયા છે. હજી સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જાણકારી મુજબ દક્ષિણ શોપિયાંના પિંજોરા વિસ્તારમાં અથડામણ ચાલુ છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. તાજા અપડેટ મુજબ સુરક્ષાબળોએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જ્યારે હજી પણ ઓપરેશન ચાલુ છે.

jammu and kashmir

સમગ્ર વિસ્તારને ખાલી કરાવી લેવામાં આવ્યો છે. ઉપરાંત આ એરિયામાં ઈન્ટરનેટ સેવા પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે અગાઉ રવિવારે સુરક્ષાબળોએ શોપિયાં જિલ્લાના રેબન ગામમાં 5 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાની 1-આરઆર, સીઆરપીએફની 178 બટાલિયન અને એસઓજીના જવાનોએ ગુપ્ત જાણકારી બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાબળોને નિશાન બનાવતા ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જે બાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. અત્યાર સુધીમાં સેનાએ 5 આતંકવાદીઓને ઠાર માર્યા છે.

જણાવી દઈએ કે પાછલા કેટલાક દિવસોમાં ઘાટીમાં આતંકી ગતિવિધિઓ તેજીથી વધી ગઈ છે. આતંકીઓની ઘુસણખોરી વધી રહી છે જ્યારે સેનાએ પણ પતાની હાજરીથી આતંકીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવી દીધી છે. અઘાઉ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X