J&K Encounter: જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં એનકાઉન્ટર, જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ઠાર મરાયો, ઑપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના શોપિયાંના કેપરિન વિસ્તારમાં એક વાર ફરીથી શુક્રવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ.
Jammu and Kashmir Shopian Encounter: જમ્મુ-કાશ્મીરના શોપિયાંના કાપરેન વિસ્તારમાં એક વાર ફરીથી શુક્રવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ એનકાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના એક આતંકીને સુરક્ષાબળોએ ઠાર માર્યો છે. પોલીસ અને સેના બંને એક સાથે જોઈન્ટ ઑપરેશન કરીને આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. સુરક્ષાબળોને વિસ્તારમાં અમુક આતંકીઓ હોવાની સૂચના મળી હતી, ત્યારબાદ સર્ચ અભિયાન ચલાવીને આતંકીઓને ઘેરવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સંગઠનનો એક સભ્ય માર્યો ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ કામરાન ભાઈ ઉર્ફે હનીસ તરીકે થઈ છે. આ આતંકવાદી કુલગામ-શોપિયાં વિસ્તારમાં સક્રિય હતો. હાલમાં સેના અને પોલીસ મળીને સર્ચ ઓપરેશન ચાલુ રાખશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા 1 નવેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા અને અનંતનાગ જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરની ઘટનાઓ સામે આવી હતી. આ બંને સ્થળોએ થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ઑપરેશનમાં સેનાની સાથે જમ્મુ-કાશ્મીરની પોલીસ પણ સામેલ હતી. ઉલ્લેખનીય છે કે સેના અને કાશ્મીર ઝોનની પોલીસ છેલ્લા ઘણા મહિનાઓથી ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઑપરેશન હેઠળ કાર્યવાહી કરી રહી છે.
#Encounter has started at Kapren area of #Shopian. Police and Army are on the job. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) November 11, 2022
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
