• search

સરકાર માટે PDPએ ઉછાળ્યો મહાગઠબંધનનો ફોર્મ્યૂલા

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  શ્રીનગર, 29 ડિસેમ્બર: જમ્મૂ કાશ્મીરમાં સરકાર બનાવવાને લઇને બનેલા રહસ્ય વચ્ચે પીડીપીએ સોમવારે કહ્યું કે રાજ્યમાં એક સ્થિર સરકાર બનાવવા માટે નેશનલ કોંન્ફ્રેંસ અને કોંગ્રેસની સાથે મહાગઠબંધનનો વિચાર એક વિકલ્પ હોઇ શકે છે. જો કે લંડન ગયેલા ઉમર અબ્દુલાએ ટ્વિટર પર મજાક ઉડાવતાં આ 'મહાગઠબંધન'ના વિચાર પર સવાલ ઉઠાવ્યા છે.

  પીડીપીના પ્રવક્તા નઇમ અખ્તરે પીટીઆઇને જણાવ્યું કે 'પીડીપી, નેશનલ કોંન્ફ્રેંસ અને કોંગ્રેસ વચ્ચે એક મહાગઠબંધન પણ એક વિકલ્પ છે. નઇમ અખ્તરે કહ્યું કે આ વિકલ્પોમાંથી એક વિકલ્પ છે, જેને રાજ્યમાં સ્થિર સરકાર બનાવવા અને રાજ્યના બધા ક્ષેત્રોના લોકોની મહત્વાકાંક્ષાઓને પૂરી કરવા માટે શોધવામાં આવી રહ્યું છે.

  આ પ્રકારના ગઠબંધનનો વિચાર વરિષ્ઠ કોંગ્રેસી નેતા ગુલાબ નબી આઝાદે આપ્યો હતો. 87 સભ્યોવાળી રાજ્ય વિધાનસભામાં 28 સીટોની સાથે પીડીપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે અને ત્યારબાદ ભાજપના ભાગમાં 25, નેશનલ કોંન્ફ્રેંસના ખાતામાં 15 અને કોંગ્રેસના ભાગમાં 12 સીટો આવી છે.

  બાકી સાત સીટો પર નાના પક્ષો અને અપક્ષોએ જીત પ્રાપ્ત કરી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે પણ રાજકીય પક્ષો 44 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત કરવામાં સફળ થઇ શકી નથી. કોંગ્રેસ, નેશનલ કોંન્ફ્રેંસ અને ઘણા અપક્ષોએ સરકાર બનાવવા માટે પીડીપીને સમર્થનની ઓફર કરી છે.

  આ દરમિયાન પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તી જમ્મૂ કાશ્મીરમાં સરકાર બનાવવાના મુદ્દે બુધવારે પ્રદેશના રાજ્યપાલ એન એન વોહરા સાથે મુલાકાત કરી. એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું ' સાંસદ તથા જમ્મૂ કાશ્મીર પીડીપીની અધ્યક્ષ મહબૂબા મુફ્તીની રાજ્યપાલ સાથે બેઠક જમ્મૂમાં રાજ ભવનમાં બુધવારે થશે.

  વોહરાએ રાજ્યમાં સરકાર બનાવવાના મુદ્દા પર વિચાર વિમર્શ માટે શુક્રવારે મહબૂબા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જુગલ કિશોર શર્માને અલગ-અલગ વાતચીત સાથે બોલાવ્યા હતા. રાજ્યમાં આગામી સરકાર બનાવવાના મુદ્દે પાર્ટીની અંદર વિચાર વિમર્શમાં જોડાયેલી પીડીપીએ પોતાના નવ ચૂંટાયેલા ધારાસભ્યોને એવી કોઇ સંભાવના પર જાણકારી મેળવવા માટે પોત-પોતાના નવા ચૂંટાયેલા વિસ્તારોમાં જવા માટે કહ્યું છે.

  pdp

  પાર્ટીના ધારાસભ્યોની સાથે બે દિવસીય અનૌપચારિક ચર્ચાની સમાપ્તિ પર પીડીપીના સંરક્ષક મુફ્તી મોહંમદ સઇદે તેમને કહ્યું કે તે ભાજપની સાથે આગામી સરકાર બનાવવાની સંભાવનાઓ પર જનતાનો મૂડ જાણવા માટે પોત-પોતાના મત વિસ્તારમાં જાય. પીડીપી સૂત્રોએ જાણકારી આપી.

  સૂત્રોએ જણાવ્યું કે મહબૂબા મુફ્તીના રાજ્યપાલને મળતાં પહેલાં પૂર્વ પીડીપી સંરક્ષક પાર્ટીની અંદર એક સામાન્ય સહમતિ બનાવવા માંગે છે. રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે પીડીપીને આકર્ષિત કરવામાં જોડાયેલી ભાજપ માટે પીડીપીએ શનિવારે આકરી શરતો રજૂ કરવાની જાહેરાત કરી હતી કે કલમ 370 રદ કરવાના વિરૂદ્ધ તેના વલણ સાથે કોઇ સમજૂતી થશે નહી.

  આ આખી કવાયદ વચ્ચે નેશનલ કોંન્ફ્રેંસના અધ્યક્ષ ફારૂખ અબ્દુલા અને કાર્યવાહક અધ્યક્ષ ઉમર અબ્દુલાએ પાર્ટી નેતાઓને ફરમાન રજૂ કરીને તેમને ચૂંટણી બાદની પરિસ્થિતી સહિત નીતિગત મુદ્દાઓ પર મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળવા માટે કહ્યું.

  English summary
  The PDP on Monday came out with the idea of a "grand alliance" with its arch-rival National Conference (NC) and the Congress to form the new government in Jammu and Kashmir, introducing a new element in the power sweepstakes.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more