પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ

પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આજે ફરીથી સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. પુલવામાના બાંદજૂ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે આ ઓપરેશનમાં સેના અને પોલીસના જવાનો સામેલ છે. એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને સુરક્ષાકર્મચારીઓએ ઠાર માર્યા છે. જો કે હજી સુધી મૃત આતંકવાદીઓની ઓળખ નથી થઇ શકી. આ વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છૂપાયા હોવાની આશંકા છે, હાલ સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાએ આતંકવાદીઓ પાસેથી 2 એકે 47 રાઇફલ જપ્ત કરી છે. જ્યારે આ એન્કાઉન્ટર દરમિયાન એક જવાન ઘાયલ થઇ ગય હતો, જેને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મોત થયું છે.

jammu and kashmir

સમવારે પણ અનંતનાગના વેરીનાગ કાપરાન વિસ્તારમાં સેનાએ કેટલાક આતંકવાદીઓને ઘેરી લીધા હતા અને જવાન અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. પાછલા કેટલાક દવિસોમાં સેનાએ ઘાટીમાં ડઝનેક આતંકવાદીઓને વિવિધ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા. રવિવારે સેનાએ શોપિયાંમાં એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જ્યારે સેનાએ શુક્રવારે બે અલગ અલગ એન્કાઉન્ટરમાં 8 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાએ શોપિયાં જિલ્લાના મુનંદ વિસ્તારમાં 5 આતંકવાદીઓને ઢેર કર્યા હતા. શ્રીનગરમાં સેનાના પીઆરઓએ આ બાબતની જાણખારી આપતા જણાવ્યું હતું કે ઓપરેશનમાં 5 આતંકવાદીઓને ઠાર મારવામા આવ્યા. જ્યારે જમ્મુ-કાશ્મીરના અવંતિપોરાના પંપોરના મીજ ગામમાં પણ સેના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X