For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામાઃ આતંકીઓ સામેના એન્કાઉન્ટરમાં સેનાના મેજર અને ત્રણ જવાન શહીદ

પુલવામાઃ એન્કાઉન્ટરમાં સેનાના મેજર અને ત્રણ જવાન શહીદ

|
Google Oneindia Gujarati News

પુલવામાઃ દક્ષિણ કાશ્મીરના પુલવામાથી ફરી એકવાર ખરાબ સમાચાર આવી રહ્યા છે. પુલવામાના પિંગલાન વિસ્તારમાં સુરક્ષાબળો અને જૈશ એ મોહમ્મદના આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાના એક મેજર અને ત્રણ જવાન શહીદ થઈ ગયા છે. એક જવાન ઘાયલ થયા છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્તારમાં ત્રણથી ચાર આતંકવાદીઓ છૂપાઈને બેઠા છે જેમાં પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ ગાઝી રાશિદ પણ સામેલ છે. જે સૈનિક શહીદ થયા છે તે તમામ સેનાની 55 રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે જોડાયેલ હતા.

pulwama attack

અઝહરે મોકલેલ આતંકીને ઘેર્યા

સેનાને પુલવામાના પિંગલાન વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. જે બાદ અહીં 55 રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તરફથી એક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આતંકવાદીઓ તરફથી ફાયરિંગ થયા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં બદલાઈ ગયું. આ એન્કાઉન્ટરમાં 1-2 નાગરિકો પણ મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. આ એન્કાઉન્ટર 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલ આતંકી હુમલા બાદ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે એન્કાઉન્ટરમાં જે આતંકી છૂપાયા છે તેમને જૈશના મુખ્યા મૌલાના મસૂદ અઝહરે મોકલ્યા હતા.

આ પણ વાંચો- કાશ્મીરમાં સેનાએ શરૂ કર્યું 'ઓપરેશન-25', તૈયાર થઈ આતંકીઓની કુંડલી

English summary
Jammu Kashmir: 4 army personnel including one major martyred in an encounter between terrorists and security forces in Pinglan area of Pulwama in South Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X