Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાશ્મીરમાં સેનાએ શરૂ કર્યું 'ઓપરેશન-25', તૈયાર થઈ આતંકીઓની કુંડલી

સેનાએ શરૂ કર્યું 'ઓપરેશન-25', તૈયાર થઈ આતંકીઓની કુંડલી

દેશમાં ઉભરાઈ રહેલ ગુસ્સો અને શહાદત પર બદલાની માંગ વચ્ચે સુરક્ષાદળોની સામે હાલ સૌથી મોટો ટાર્ગેટ પુલવામાના રાક્ષસોને શોધવાનો છે. પુલવામાના રાક્ષસ એટલે આત્મઘાતી હુમલાખોર આદિલ ડારને ટ્રેનિંગ આપનાર અફઘાની આતંકી રાશિદ. ગુપ્ત એજન્સીઓને પુખ્તા ઈનપુટ મળ્યા છે કે હુમલા સમયે ગાઝી રાશિદનો ચેલો કામરાન પણ પુલવામામાં જ હાજર હતો. હુમલા બાદ જેટલી તેજીથી સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી તેનાથી એ મુમકિન નથી કે ગાઝી પુલવામાના 25 કિમીથી વધુ આગળ નીકળી શક્યો હોય. આ જ છે સેનાનું ઓપરેશન 25.

ઓપેશન 25 શરૂ

ઓપેશન 25 શરૂ

ખુફિયા એજન્સીઓ મુજબ ગાઝી પુલવામાથી પંપોરના 25 કિમીના વિસ્તારમાં જ ક્યાંક આતંકના હમદર્દોનો આસરો લઈને બેઠો છે અને ઘેરો ઢીલો પડ્યે નીકળી ભાગવાની ફિરાકમાં છે. આમ તો જૈશ એ મોહમ્મદ પર પાકિસ્તાની ખુફિયા એજન્સીઓની પહેલેથી જ નજર છે, પરંતુ હવે ટૂંક સમયમાં જ ભારત આ આતંકી ગ્રુપની કુંડળી તૈયાર કરી દુનિયા સામે રાખવાની તૈયારીમાં છે. જૈશના લીડર અબ્દુલ રઉફ અસગરે તાજેતરમાં જ કરાચી ચંદા અભિયાન ચલાવ્યું હતું.

6 દિવસ સુધી અભિયાન ચલાવી રૂપિયા એકઠા કર્યા

6 દિવસ સુધી અભિયાન ચલાવી રૂપિયા એકઠા કર્યા

રઉફે દૌરા-એ-તફસીરિયાત-અલ-જિહાદના નામે લોકો પાસેથી પૈસા લીધા. 6 દિવસ સુધી ચલાવવામા આવેલ અભિયાનની રકમ જૈશના ટ્રસ્ટ અલ રહમતમાં જમા કરવામાં આવી. 2016ના પઠાણકોટ હુમલા પહેલા પણ અલ રહમત ટ્રસ્ટ દ્વારા મોટું ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. જૈશની અલ રહમત ટ્રસ્ટને આઈએસઆઈ તરફથી પણ દર વર્ષે સીક્રેટ ફંડ તરીકે મોટી રકમ મળે છે. NIAએ અલ રહમત ટ્રસ્ટના દાનદાતાઓ અને મદદગારો પર આકરી નજર રાખી છે.

જૈશને આગળ કરી પોતાના જિહાદી એજન્ડા ચલાવી રહ્યું છે ISI

જૈશને આગળ કરી પોતાના જિહાદી એજન્ડા ચલાવી રહ્યું છે ISI

ભારત વિરુદ્ધ આતંકી હુમલામાં પાછલા કેટલાક સમયથી જૈશ-એ-મોહમ્મદે જેવી રીતે લશ્કર પર બઢત બનાવી છે, તેની પાછળ પણ એક રણનીતિ છે. લશ્કરની ગતિવિધિઓને લઈ દુનિયાભારની નજરમાં આવી ચૂકેલ પાકિસ્તાન આતંકી દેશ પ નજ રાખનાર સંસ્થા એફએટીએફની ગ્રે લિસ્ટમાં પહેલેથી જ સામેલ છે. માટે આઈએસઆઈએ લશ્કરને બૈકસીટ પર બેસાડીને પોતાનો જેહાદી એજન્ડા જૈશના હવાલે સોંપી દીધો છે.

પાકિસ્તાનને આતંકી દેશ ઘોષિત કરશે ભારત

પાકિસ્તાનને આતંકી દેશ ઘોષિત કરશે ભારત

પરંતુ પાકિસ્તાનની આ ચાલ પણ પાકિસ્તાન પર જ ઉંધી પડશે. પેરિસમાં રવિવારથી FATFની બેઠક શરૂ થઈ રહી છે. આ બેઠકમાં ભારત સહિત તમામ દેશ પાકિસ્તાનના કાચા ચિઠ્ઠા ખોલશે. ભારતની પૂરી કોશિશ હેશે કે પાકિસ્તાનને દુનિયામાં આતંકી દેશ ઘોષિત કરવામાં તમામ અડચણો પાર કરી શકાય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X