Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમ્મુ કાશ્મીરઃ પુલવામામાં એન્કાઉન્ટર બાદ હિંસા, 6 ના મોત

દક્ષિણ કાશ્મીરના પુલવામાના સિરનૂ ગામમાં એન્કાઉન્ટર બાદ અહીં સુરક્ષાબળો અને નાગરિકો વચ્ચે ઝડપના સમાચાર છે.

દક્ષિણ કાશ્મીરના પુલવામાના સિરનૂ ગામમાં એન્કાઉન્ટર બાદ અહીં સુરક્ષાબળો અને નાગરિકો વચ્ચે ઝડપના સમાચાર છે. કહેવામાં આવી રહ્યુ છે કે એન્કાઉન્ટર સાઈટ પર થયેલી હિંસામાં છ નાગરિકોના મોત નીપજ્યા છે. દક્ષિણ કાશ્મીરમાં અફવાઓ પર નિયંત્રણ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. શનિવારે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી માર્યા ગયા છે. વળી, સેનાનો એક જવાન પણ શહીદ થઈ ગયો છે અને બે જવાન ઘાયલ છે. સુરક્ષાબળોને ગામમાં આતંકવાદીઓ છૂપાયા હોવાના સમાચાર ળ્યા હતા અને ત્યારબાદ અહીં સર્ચ ઓપરેશનલ લોન્ચ કરવામાં આવ્યુ હતુ.

pulwama encounter

વિરોધ પ્રદર્શન માટે આવ્યા સ્થાનિક નાગરિક

એન્કાઉન્ટર બાદ વિસ્તારમાં મોટાપાયે સ્થાનિક નાગરિકો વિરોધ પ્રદર્શન માટે એકઠા થઈ ગયા હતા, ભીડ કાબુમાં રાખવા માટે સુરક્ષાબળોએ હવાઈ ફાયરિંગ કરરવી પડી. જણાવવામાં આવી રહ્યુ છે કે 15 લોકો તેમાં ઘાયલ થયા છે તો છ લોકોના માર્યા જવાના પણ સમાચાર છે. જે આતંકી માર્યા ગયા છે તેમાંથી ટેરિટોરિયલ આર્મીનો જવાન રહી ચૂકેલ અહેમદ ઠાકુર પણ શામેલ છે. જુલાઈં તેમના વિશસે હિઝબુલ મુજાહિદ્દીન તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે જહૂર 173 ટેરિટોરિયલ આર્મીનો જવાન હતો અને તેણે હવે આતંકવાદી સંગઠન જોઈન કરી લીધુ છે. જહૂર જુલાઈમાં જ પોતાની સર્વિસ રાઈફ અને બાકીના હથિયારો સાથે ગાયબ થઈ ગયો હતો. અધિકૃત આંકડાઓની માનીએ તો આ વર્ષે ઘાટીમાં 240થી વધુ આતંકવાદી માર્યા ગયા છે. વર્ષ 2010 બાદથી ઘાટીમાં આટલા બધા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X