• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live News: સોનાવર, વીરવાહ બંને સીટો પરથી ઉમર અબ્દુલા હાર્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ડિસેમ્બર: જમ્મૂ એંડ કાશ્મીર અને ઝારખંડમાં પાંચ-પાંચ તબક્કામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો કલાકોમાં સામે આવી જશે. બંને જ રાજ્યોમાં મતગણતરીનું કામ સવારે આઠ વાગ્યાથી શરૂ થઇ થશે અને ચૂંટણી પંચ દ્વારા મતગણતરીની બધી તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

એટલા માટે મતગણતરીના લાઇવ અપડેટ્સને અમે તમારા માટે લઇને આવ્યા છીએ તેના માટે દેશના દરેક મોટા સમાચાર ઝડપી અપડેટ તમાને આ પેજ પર મળશે એટલા માટે પેજને રિફ્રેશ કરતાં રહ્યો અને જાણો કઇ પાર્ટીએ કઇ સીટ પર જીત પ્રાપ્ત કરી અને દેશ-દુનિયામાં ક્યાં શું થઇ રહ્યું છે?

પળ-પળની લાઇવ અપડેટ અહીં જુઓ-

05:00 PM: PDP અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ જીત માટે લોકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે સરકાર કેવી રીતે બનશે એ કહેવું મુશ્કેલ છે.

04:33 PM: વસુંધરા રાજેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને શુભેચ્છા પાઠવી.

4:08 PM: રાજનાથ સિંહે જણાવ્યું, અમારા વિકાસ અને પરિવર્તનના એજંડાનો વિરોધ કરનારાઓ માટે સબક સમાન છે આ પરિણામો.

4: 05 PM: મોદીની નહીં મશીનની લહેર છે: રાબડી દેવી

4:00 PM: રઘુવર દાસ બની શકે છે ઝારખંડના મુખ્યમંત્રી. આની પર રઘુવરે જણાવ્યું કે તેઓ જનતાના દાસ હંમેશા બની રહેશે. જોકે ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠક આવતી કાલે થશે જેમાં મુખ્યમંત્રીના નામ પણ ચર્ચા કરવામાં આવશે.

3:30 PM: અમિત શાહે ઝારખંડમાં અને જમ્મુ-કાશ્મીરમાં અપેક્ષિત પરિણામો આવવા પર બંને રાજ્યોમાં ભાજપના કાર્યકરોને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 6 મહિનાના સકારાત્મક કાર્યકાળને જશ આપ્યો. શાહે કહ્યું કે મોદીના નેતૃત્વ અને કાર્યકરોની મહેનત વગર આ જીત શક્ય ન્હોતી. આ પ્રસંગે શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલથી શુભેચ્છા પણ પાઠવી હતી.

સરકાર બનાવવાના તમામ વિકલ્પો માટે ભાજપ રાજી: અમિત શાહ વધુ વાંચવા ક્લિક કરો...સરકાર બનાવવાના તમામ વિકલ્પો માટે ભાજપ રાજી: અમિત શાહ વધુ વાંચવા ક્લિક કરો...

01:30 PM: ઝારખંડમાં હેમંત સોરેન જીતી ગયા છે. બેરહાટ સીટ પર હેમંત સોરેને હેમલાલને ભારે મતોથી હરાવ્યા.

01:20 PM: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા હારી ગયા છે. સ્પષ્ટ છે કે તેમની હારનું સૌથી મોટું કારણ ગોટાળા છે, જેના લીધે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

01:14 PM: કોંગ્રેસે કહ્યું કે ભાજપને સમર્થન આપીને તે અપવિત્ર થવા માંગતી નથી.

01:10 PM: જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલા બીજી સીટ વીરવાહ પરથી પણ હારી ગયા. આ ઉમર અબ્દુલા માટે મોટો ઝટકો છે, કારણ કે ત્યારબાદ તેમને એપાર્ટી નેશનલ કોંફ્રેંસના અસિસ્ત્વ પર ખતરો મંડરાવવા લાગશે. આનાથી એ પણ સાબિત થાય છે કે ઉમર અબ્દુલાથી જનતા કંટાળી ગઇ હતી.

01:00 PM: જમ્મૂ-કાશ્મીરના ડેપ્યૂટી સીએમ તારા ચંદ પણ હારી ગયા છે.

12:52 PM: ઝારખંડમાં ભાજપ 40, કોંગ્રેસ 7, જેએમએમ 18, જેવીએમ 7 સીટો પર આગળ.

12:40 PM: અંદવાડથી સજ્જાદ લોન જીતી ગયા છે. જીત બાદ તેમણે કહ્યું કે લોકોની અંદર જે ડર છે તેને ડરને ખતમ કરવાનો પ્રયત્ન કરીશ. કોની સાથે સરકાર બનાવવાનો પ્રયત્ન કરશે આ પ્રશ્નના જવાબમાં સજ્જાદ લોને મૌન સાધ્યું હતું.

12:17 PM: જમ્મૂ-કાશ્મીરની સોનાવર સીટ પરથી હારી ગયા ઉમર અબ્દુલા.

12:05 PM: હીરનગર જમ્મૂમાંથી ભાજપના ઉમેદવાર વિજયી.

12:00 PM: ઝારખંડના મઝગાંવથી મધુ કોડા ભારે મતોથી વિજય

11: 24 AM: ઝારખંડની 81 સીટોના ટ્રેંડ આવી ચૂક્યાં છે જેમાં ભાજપ 54, ઝામુમો 15, કોંગ્રેસ 6 અને જેવીએમ ચાર સીટો પર આગળ છે. બે સીટો પર અન્ય આગળ છે.

11: 18 AM: મુખ્યમંત્રી ઉમર અબ્દુલા સોનાવાર સીટ પર ચાલી રહ્યાં છે.

11: 13 AM: ઝારખંડ વિકાસ મોરચા પ્રમુખ બાબૂલાલ મરાંડીએ કહ્યું કે તે ચૂંટણીના પરિણામો બાદ અન્ય પક્ષો સાથે ગઠબંધન માટે તૈયાર છે.

11: 05 AM: વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત પર ભાજપમાં જશ્ન.

11: 00 AM: એબીપી ન્યૂઝના હિસાબથી જો ગઠબંધનની સરકારની સ્થિતી આવે છે એવામાં કોંગ્રેસ પીડીપીનો સપોર્ટ કરી શકે છે.

10:40 AM: જમ્મૂ-કાશ્મીરમાં સૌથી મતદાન ટકાવારી ભારતીય જનતાને મળી રહી છે. આંકડાઓમાં આ 23 ટકા છે. આ ભાજપ માટે એક મોટી ઉપલબ્ધિ છે. ઉમર અબ્દુલાની એનસીને 21 ટકા વોટ મળી રહ્યાં છે.

10:33 AM: સોનવાડામાં અલી મોહંમદ આગળ, જાદીવલથી પીર અફાક આગળ.

10:21 AM: ઝારખંડમાં ભાજપ 40, કોંગ્રેસ 7, જેએમએમ 20, જેવીએમ 8 અને અન્ય 6 સીટો પર આગળ.

09:57 AM: તાઝા ટ્રેડ અનુસાર અમિરકદલથી ડૉ. હિના ભટ્ટ પાછળ સરકી.

ઝારખંડ: ભાજપ 37, કોંગ્રેસ 6, જેએમએમ 1, જેવીએમ 7, અન્ય 8 સીટો પર આગળ.
જમ્મૂ-કાશ્મીર: ભાજપ 22, કોંગ્રેસ 15, એનસી 18, પીડીપી 24, અન્ય 7 સીટો પર આગળ.

09:56 AM: ઝારખંડમાં દુમકાથી હેમંત સોરેન પાછળ, જમશેદપુરથી રધુવર દાસ આગળ, જગન્નાથપુરથી ગીતા કોડા પાછળ.

09:49 AM: રાંચીમાં ભાજપની ઓફિસમાં જશ્નનો માહોલ. ભાજપ કાર્યાલય શણગારવામાં આવી રહ્યું છે, ઢોલ નગારવાળા પહોંચી ગયા છે. ભાજપે તો સંજય મારૂને કહ્યું કે અમે સૌથી પહેલાં જનતાનો આભાર પ્રગટ કરવા માંગીએ છીએ.

09:31 AM: ભાજપની હિના ભટ્ટે કહ્યું આજે પરિણામનો દિવસ છે. પરિક્ષા આપી ચૂક્યાં છીએ આજે પરિણામ આવી રહ્યાં છે, ઉત્સાહ છે, સકારાત્મક વિચારસણી છે, મિશનથી ભાજપ ખૂબ દૂર છે, આ મુદ્દે હિનાએ કહ્યું કે દિલ્લી દૂર નથી. મારું મિશન દિલ્હી અને કાશ્મીરના દિલોને જોડવાનું છે. કોઇની સાથે ગઠબંધનના પ્રશ્ન પર હિનાએ કોઇ મંતવ્ય રજૂ કર્યું નહી. મોદી ફેક્ટર અહીં જરૂર જોવા મળશે, કારણ કે મોદીજી હંમેશા દિલથી વાત કરે છે અને તેમની વાત લોકોના દિલ સુધી પહોંચે છે.

09:20 AM: કોંગ્રેસના પ્રવક્તા અખિલેશ યાદવ સિંહે કહ્યું કે મોદીની વિશ્વનિયતા ડગમગી છે, તેના લીધે જમ્મૂ-કાશ્મીરની જનતાએ તેમને જવાબ આપ્યો છે. ઝારખંડે તેમને તક આપી છે, તો તેમની જવાબદેહી પણ બનશે. મોદીજી આજે તમારો જલવો છે, પરંતુ એ પણ જોવાનું છે કે લોકોની આશા પર તમે ખરા ઉતરો છો કે નહી.

09:23 AM: ટ્રેંડ અનુસાર ઝારખંડમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી ગઇ છે. ઝારખંડમાં ભાજપ 41 સીટો પર આગળ છે. કોંગ્રેસ 5, જેએમએમ 12, જેવીએમ 2 અને અન્ય 1 સીટ પર આગળ ચાલી રહ્યાં છે.

09:20 AM: હંદવાડાથી સજ્જાદ લોન, અમિરાકદલથી હિના ભટ્ટ, બીરવાહથી ઉમર અબ્દુલા, અનંતનાગથી મોહંમદ, કોકરનાગથી પીરજાદા સઇદ આગળ ચાલી રહ્યાં છે.

09.00 AM: ભાજપના પ્રવક્તા શાહનવાજ હુસૈને કહ્યું કે જમ્મૂ-કાશ્મીરથી લઇને કન્યા કુમારી સુધી ભાજપનો પરચમ લહરાઇ રહ્યો છે. અમને આશા છે કે કાશ્મીરમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે આવશે.

08.56 AM: ઝારખંડમાં મોટા નેતા જે આગળ ચાલી રહ્યાં છે- હેમંત સોરેન, એસપી સિંહ, જમશેદપુરથી રધુવર દાસ.

08.50 AM: જમ્મૂ-કાશ્મીરમાં મોટા નેતાઓ જે આગળ ચાલી રહ્યાં છે- અમરીકદળથી હિના ભટ્ટ, હંદવાડાથી સજ્જાદ લોન, બીરવાહથી ઉમર અબ્દુલા, અનંતનાગથી મુફ્તી મોહંમદ સઇદ.

08.41 AM: ઝારખંડમાં ભાજપ 21, કોંગ્રેસ 2, જેએમએમ 5, જેવીએમ 2 સીટો પર આગળ છે.

08.35 AM: જમ્મૂ કાશ્મીરમાં ભાજપ 22, કોંગ્રેસ 6, આઇએનસી 12 અને પીડીપી 31 સીટો પર આગળ ચાલી રહી છે.

08.30 AM: ઝારખંડની 7 સીટો પર ભાજપ આગળ.

08.20 AM: જમ્મૂ-કાશ્મીરમાં બે સીટો પર ભાજપ આગળ.

08.15 AM: જમ્મૂ-કાશ્મીરમાં પ્રથમ ટ્રેડ ભાજપના પક્ષમાં

08.05 AM: ઝામૂમો (ઝારખંડ)માં ભાજપના પક્ષમાં પ્રથમ ટ્રેંડ

08.00 AM: જમ્મૂ-કાશ્મીર અને ઝારખંડમાં મતગણતરી શરૂ

English summary
The litmus test for BJP will finally get its results today, both in Jammu and Kashmir and Jharkhand. With the election results at fray, the suspense grows with every passing minute. Interestingly, PDP is confident in forming the government at J-K, while Jharkhand may witness an alliance between parties.Here are the Live updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X