For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર: કિશ્તવાડમાં ભાજપા નેતાની હત્યા પછી કર્ફ્યુ લાગ્યો

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ગુરુવારે રાત્રે ભાજપના પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેમના મોટા ભાઈની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ગુરુવારે રાત્રે ભાજપના પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેમના મોટા ભાઈની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હુમલાવરોએ ગઈ કાલે મોડી રાત્રે તેમને ગોળી મારી હતી. ત્યારપછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની મૌત થઇ ગઈ. તણાવપૂર્ણ માહોલ જોતા પોલીસે અહીં કર્ફ્યુ લગાવી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપા નેતા પર આ હુમલો આતંકીઓ ઘ્વારા કરવામાં આવ્યો છે. આ હુમલો એવા સમય થયો છે જયારે 17 નવેમ્બરે અહીં પંચાયત ચૂંટણી થવા જઈ રહી છે.

આ પણ વાંચો: ઓપરેશન ઓલઆઉટમાં સેનાને મોટી સફળતા, 6 આતંકી ઠાર

ઘણા પ્રભાવી નેતા

ઘણા પ્રભાવી નેતા

ભાજપા નેતા અનિલ પરિહાર અને તેમના દીકરા સેવારામ પરિહારને ઘણા પ્રભાવી નેતા માનવામાં આવતા હતા. તેમની મુસ્લિમ સમુદાય વચ્ચે પણ લોકપ્રિયતા હતી. તેમની હત્યા વિશે જેવી ખબર ફેલાઈ તેની સાથે જ લોકો હોસ્પિટલમાં ભેગા થવા લાગ્યા. પોલીસે આ લોકોને રોકવાની કોશિશ કરી ત્યારે પોલીસ સાથે પણ તેમનો તણાવ વધી ગયો. લોકોની ભારે સંખ્યામાં ભીડ જે રીતે ભેગી થઇ રહી હતી તેને જોતા પ્રશાશને કર્ફ્યુ લગાવી દીધો.

તપાસ શરુ

તપાસ શરુ

જમ્મુના કમિશ્નર સંજીવ વર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે હત્યા અંગે તપાસ શરુ કરી દેવામાં આવી છે. સૂત્રો ઘ્વારા માહિતી મળી છે કે જે સમયે હુમલો થયો તે દરમિયાન પરિહાર બંધુઓ સ્ટેશનરી દુકાનથી પાછા આવી રહ્યા હતા. આ દરમિયાન જ ઘરની થોડે નજીક જ કેટલાક અજ્ઞાત લોકોએ તેમના પર હુમલો કરી દીધો. અનિલની જગ્યા પર જ મૌત થઇ ગઈ, જયારે તેના ભાઈ અજિતને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ તેમની પણ રસ્તામાં જ મૌત થઇ ગઈ.

જીતેન્દ્ર સિંહએ દુઃખ વ્યક્ત કર્યું

જીતેન્દ્ર સિંહએ દુઃખ વ્યક્ત કર્યું

અનિલ પરિહારની હત્યા પછી કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને કહ્યું કે તેઓ જલ્દી કિશ્તવાડ પહોંચવાની તૈયારી કરશે. જમ્મુ કાશ્મીર ભાજપ પ્રવક્તા સુનિલ સેઠીએ આ હત્યા અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે પરિહાર પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા એટલા માટે તેમની પર હુમલો કરવામાં આવ્યો છે. તેમને કહ્યું કે આ હુમલો એટલા માટે થયો છે કે પંચાયત ચૂંટણીને રોકી શકાય. તેમને પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા લાવવામાં માટે રાજ્યપાલને અપીલ પણ કરી છે.

English summary
Jammu Kashmir: Curfew imposed in Kishtawar after the killing of BJP leader
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X