jammu kashmir Election 2024 : ત્રીજા ચરણમાં 415 ઉમેદવારો મેદાનમાં, જાણો વૈષ્ણોદેવી સીટ પર કઈ પાર્ટી આગળ?
Jammu Kashmir Election 2024 : 1 ઓક્ટોબરે જમ્મુ કાશ્મીરમાં અંતિમ ચરણનું મતદાન થવા જઈ રહ્યું છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આ ચૂંટણીમાં તમામ પક્ષોએ પુરી તાકાત લગાવી દીધી છે.
પહેલા બે ચરણમાં લોકોના જોરદાર પ્રતિસાદ બાદ ઈલેક્શન કમિશને અંતિમ ચરણના મતદાન માટે તૈયારી કરી લીધી છે. પહેલા ચરણમાં 61.38 ટકા અને બીજા ચરણમાં 57.03 ટકા મતદાન નોંધાયુ છે.

અંતિમ તબક્કામાં 1 ઓક્ટોબરે ચાર મુખ્ય હિંદુ બહુમતી જિલ્લા જમ્મુ, સાંબા, કઠુઆ અને ઉધમપુરમાં લોકો તેમના મત આપશે. આ જિલ્લામાં બીજેપી મજબુત છે.
આ બેઠકો પર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. આ બધા વચ્ચે માતા વૈષ્ણોદેવી બેઠક હોટ સીટ છે અને તમામ પાર્ટીઓએ તેમની પુરી તાકાત લગાવી દીધી છે.
નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી વૈષ્ણોદેવી સીટ બીજેપી માટે મોટો પડકાર છે. આ બેઠક પર 79.95% મતદાન થયું છે, જે દર્શાવે છે કે અહીંના મતદારોમાં ભારે ઉત્સાહ છે. આ બેઠક બીજેપી માટે ઈજ્જત બચાવવા જરૂરી છે. અયોધ્યાની જેમ અહીં બીજેપીની હાર તેના હિન્દુત્વના મુદ્દાને નબળો પાડી શકે છે.
2022 જમ્મુ અને કાશ્મીરમાં નવુ સીમાંકન થયુ છે. આ સીમાંકન પછી રિયાસી જિલ્લાના મોટા ભાગને અલગ કરીને એક નવો વિધાનસભા મતવિસ્તાર માતા વૈષ્ણોદેવી બનાવાયો છે. આ નવો વિસ્તાર ખૂબ જ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે, જે તેને રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે.
જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં આ વખતે 90 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે. ગઈ વખતે 2014માં 87 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી અને હવે 3 બેઠકોનો વધારો થયો છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
