Jammu Kashmir Election: જમ્મુ કાશ્મીરમાં બીજા ચરણના મતદાન માટે પ્રચાર સમાપ્ત, 26 સીટો પર 25 સપ્ટેમ્બરે મત પડશે
Jammu Kashmir Assembly Election 2024 : જમ્મુ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે. આ મતદાન માટે આજે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે.
જમ્મુ કાશ્મીર ચૂંટણીના બીજા ચરણમાં રાજ્યની 26 સીટો પર મતદાન થશે. અહીં કુલ 239 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉમેદવારોનું ભાવી બીજા ચરણની ચૂંટણીમાં કેમેરામાં કેદ થશે.

કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ યોજાઈ રહેલી ચૂંટણીમાં પહેલા ચરણમું મતદાન સમાપ્ત થઈ ગયુ છે અને બીજા ચરણના મતદાન માટે 25.78 લાખ મતદારો તેેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
જણાવી દઈએ કે, બીજા ચરણમાં રાજૌરી, પૂંચ, રિયાસી, ગાંદરબલ, શ્રીનગર અને બડગામ જેવા જિલ્લાઓમાં મતદાન થશે. સોમવારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાહુલ ગાંધી પ્રચાર માટે પહોંચ્યા અને કેન્દ્રની નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા.
રાહુલ ગાંધીએ કાશ્મીરના પૂંચમાં સુરનકોટ અને સેન્ટ્રલ શાલટેંગમાં રેલીઓ સંબોધી. આ સિવાય અલકા લાંબા, બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યા, નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડૉ. ફારૂક અબ્દુલ્લા પણ પ્રચાર કરતા જોવા મળ્યા.
જણાવી દઈએ કે, જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર પાકિસ્તાન રક કેન્દ્રિત રહ્યો છે. બીજેપી પાકિસ્તાનના નામે ચૂંટણીમાંથી પાર ઉતરવાની કોશિશ કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ સહિતના પક્ષો લોકોના પ્રશ્નોના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે.












Click it and Unblock the Notifications
