Jammu Kashmir Election Result : કાશ્મીરની આ સીટો પર સહેજ માટે ઉમેદવાર હાર્યા, જાણો સૌથી ઓછા માર્જીન વાળી બેઠકો
Jammu Kashmir Election Result 2024 : જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધને ચૂંટણી જીતી લીધી છે અને સરકાર બનાવવા જઈ રહી છે.
કાશ્મીરમાં એનસી-કોંગ્રેસ ગઠબંધનને 48 સીટો મળી છે તો બીજેપીને 29 સીટો સાથે હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ પીડીપીને માત્ર ત્રણ અને 7 સીટો અન્યના ખાતામાં ગઈ છે.

જમ્મુ કાશ્મીરમાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. અહીં ઘણી એવી સીટો છે જ્યાં હાર-જીતનું અંતર 1 હજાર મતથી પણ ઓછુ છે.
- નેશનલ કોન્ફરન્સના જાવેદ રિયાઝ પટ્ટનથી 603 વોટથી જીત્યા છે. પીપલ્સ કોન્ફરન્સના ઉમેદવાર અહીં બીજા ક્રમે રહ્યા.
- દેવસરમાં નેશનલ કોન્ફરન્સના પીરઝાદા ફિરોઝ અહેમદનો 840 મતોથી વિજય થયો. તેમણે પીડીપીના મોહમ્મદ સરતાજને હરાવ્યા.
- શગુન પરિહાર કિશ્તારથી 521 મતોથી જીત્યા છે. તેમણે નેશનલ કોન્ફરન્સના સજ્જાદ અહેમદ કિચલુને હરાવ્યા.
- બાંદીપોરાથી કોંગ્રેસના ઉમેદવાર નિઝામ ભટ્ટ 811 મતોથી જીત્યા. તેમણે અપક્ષ ઉસ્માન અબ્દુલને હરાવ્યા.
- પીડીપીના રફીક અહમ નાઈકે ત્રાલ સીટ પર 460 વોટથી જીત મેળવી. તેમણે કોંગ્રેસના સુરેન્દ્ર સિંહને હરાવ્યા.
- પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન હંદવાડાથી 662 મતોથી જીત્યા છે.
- ઈન્દરવાલ સીટ પરથી પ્લેરે લાલ શર્મા 643 વોટથી જીત્યા. તેમણે અપક્ષ ઉમેદવાર ગુલામ મોહમ્મદ સરોરીને હરાવ્યા.












Click it and Unblock the Notifications
