Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jammu Kashmir Election Result : કોણ છે મુસ્લિમ બહુમતિ ધરાવતી સીટ પર જીતનારી BJP MLA શગુન પરિહાર?

Jammu Kashmir Election Result 2024 : જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. હરિયાણામાં બીજેપી તો કાશ્મીરમાં કોંંગ્રેસ ગઠબંધનની સરકાર સત્તામાં આવી છે.

આ બન્ને રાજ્યોની ચૂંટણીના ઘણા મોટા ઉલટફેર જોવા મળ્યા.હરિયાણામાં કોંગ્રેસ હારી તો કાશ્મીરમાં કલમ 370 હટાવ્ચા બાદ પણ બીજેપીને જાકારો મળ્યો.

Jammu Kashmir Election Result

આ સ્થિતી વચ્ચે જમ્મુ કાશ્મીરની કિશ્તવાડ પણ ચર્ચામાં છે. ચૌકાવનારી બાબત એ છે કે મુસ્લિમ બહુમતિ ધરાવતી આ સીટ પર બીજેપીની ઉમેદવાર શગુન પરિહારે જીત મેળવી છે.

કિશ્તવાડ વિધાનસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર શગુન પરિહારે નેશનલ કોન્ફરન્સના સજ્જાદ અહેમદ કિચલુને 521 મતોથી હરાવ્યા છે. શગુન પરિહારને 29053 મત મળ્યા છે.

કિશ્તવાડ સીટ જીતવી ભાજપના નેતા શગુન પરિહાર માટે આશ્ચર્યજનક છે, જેમના પિતા અને કાકા 2018 માં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા. આ સીટ પર 70% થી વધુ વસ્તી મુસ્લિમોની છે.

ઈલેક્શન કમિશનના આંકડા અનુસાર, આ સીટ પર પર શગુન પરિહારે 29,053 મત મેળવ્યા અને બે વખતના નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય સજ્જાદ અહમદ કિચલુને હરાવ્યા. સજ્જાદને 28,532 મત મળ્યા.

શગુન પરિહાર BJP નેતા છે. શગુન પરિહાર 08 ઓક્ટોબર 2024 ના રોજ કિશ્તવાડ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી છે અને ભાજપના દિગ્ગજ નેતા અનિલ પરિહારની ભત્રીજી છે.

શગુન પરિહાર પોસ્ટ ગ્રેજ્યુએટ છે. શગુન પરિહારે 2021માં IK ગુજરાલ પંજાબ ટેકનિકલ યુનિવર્સિટીમાંથી M.Tech કર્યું છે.

શગુન પરિહારના પિતા અજીત પરિહાર અને કાકા અનિલ પરિહાર નવેમ્બર 2018માં આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. શગુન પરિહારના પિતા અને કાકા બંને જિલ્લાના ભાજપના નેતા હતા. અનિલ પરિહાર જમ્મુ-કાશ્મીર બીજેપીના સેક્રેટરી હતા.

શગુન પરિહારે તેના ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યું છે કે તેની સામે એક પણ અપરાધિક કેસ નથી. તેમણે ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની સંપત્તિ 92 લાખ રૂપિયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X