Jammu Kashmir Elections 2024 : કાશ્મીરને પહેલા હિંદુ સીએમ મળશે? જાણો શું કહે છે સમીકરણ?
Jammu Kashmir Elections 2024 : જમ્મૂ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના ત્રણ ચરણોના મતદાન પૂર્ણ થઈ ગયુ છે અને 8 ઓક્ટોબરે મતગણતરી થશે. ત્રણેય ચરણોમાં સૌથી વધુ મતદાન ત્રીજા ફેઝમાં થયું છે.
અંતિમ ચરણમાં સૌથી વધુ મતદાન થવાનો અર્થ એ છે કે જમ્મૂમાં મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. પ્રથમ ચરણમાં 61.38% મતદાન, બીજાના ફેઝમાં 57.31% અને ત્રીજા ફેઝમાં 66.56% મતદાન થયું છે.

બની શકે છે હિંદૂ મુખ્યમંત્રી
ચુંટણી વિશ્લેષકોનું માનવું છે કે સરકાર કોઈપણ પક્ષની બને પરંતુ જમ્મૂ કાશ્મીરને હિંદૂ મુખ્યમંત્રી મળી શકે છે. 1947માં ભારત સંઘમાં સામેલ થવાથી 5 માર્ચ 1965 સુધી જમ્મૂ કાશ્મીરમાં જે કોઈ પણ મુખ્યમંત્રી બનતા હતા તેમને વડાપ્રધાન તરીકે ઓળખવામાં આવતા. જો કે ત્યારબાદ આ પદને મુખ્યમંત્રી નામ અપાયુ.
આ ફેરફાર પછી પણ જમ્મુ કાશ્મીરના તમામ મુખ્યમંત્રીઓ મુસ્લિમ હતા અને કાશ્મીર ખીણમાંથી આવતા હતા. એક મુખ્યમંત્રી ડોડા જિલ્લાના હતા અને તે ગુલામ નબી આઝાદ હતા.
આ વિધાનસભા ચૂંટણીમાં જમ્મુ ઉત્તરથી ભાજપના ઉમેદવાર અને રાજ્ય પાર્ટીના ઉપાધ્યક્ષ શામ લાલ શર્માએ જમ્મુ ક્ષેત્રના મતદારોને અપીલ કરી છે કે જો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી મુસ્લિમ હોઈ શકે છે તો જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી કેમ ન હોઈ શકે.
જમ્મૂ હવે કાશ્મીરની શીતકાલીન રાજધાની નથી રહી, જેના કારણે જમ્મૂમાં તીર્થયાત્રીઓની આવકમાં ઘટાડો થયો છે. આ રીતે હિંદૂ મુખ્યમંત્રીએ જમ્મૂના હિતોમાં વધુ સારા નિર્ણયો લઈ શકે છે.
જમ્મૂમાં કુલ 43 વિધાનસભા બેઠક છે, જેમાંથી ભાજપ વધુથી વધુ બેઠકો જીતવા માટે પ્રયત્નશીલ છે. 2002માં ત્રિશંકુ પરિણામો આવ્યા હતા. ત્યારે કોંગ્રેસ, મહબૂબા મુફ્તીની પીડીપી અને અન્ય પાર્ટીઓએ મળીને સરકાર બનાવી હતી. 2014માં ભાજપે 25 બેઠકો જીતી હતી, ત્યારે હિંદૂ મતદાતાઓ ભાજપ સાથે જોડાયા હતા.
જો ભાજપ સંપૂર્ણ બહુમતિ મેળવે તો હિંદૂ મુખ્યમંત્રી બનાવવાનો સંકેત છે. જમ્મૂ કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો છે, જેમાં 47 કાશ્મીરમાં અને 43 જામ્મૂમાં છે. બીજેપી જમ્મુમાં 35 બેઠક જીતી જાય તો તેને વધુ 7 જેટલા ધારાસભ્યોનું સમર્થન જોઈશે. આના માટે બીજેપીએ પોસ્ટ પોલ એલાયન્સન માટે વાતચીત શરૂ કરી છે.
જમ્મૂ કાશ્મીરની ચૂંટણીમાં મતદાન અને આંકડા નવા મુખ્યમંત્રીએ હિંદૂ બનવાની શક્યતા સૂચવી રહ્યા છે. જો કે, ચુંટણી પરિણામો શું લાવે છે તે આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે.












Click it and Unblock the Notifications
