For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ અને કાશ્મીરઃ ત્રાલમાં નેશન કોન્ફ્રેન્સના નેતાના ઘર પર ગ્રેનેડ હુમલો

જમ્મુ અને કાશ્મીરઃ ત્રાલમાં નેશન કોન્ફ્રેન્સના નેતાના ઘર પર ગ્રેનેડ હુમલો

|
Google Oneindia Gujarati News

ત્રાલઃ મંગળવારે કેટલાક આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં નેશનલ કોન્ફ્રેન્સના નેતા મોહમ્મદ અશરફ ભટ્ટના ઘર પર ગ્રેનેડ ફેંક્યો. પુલવામા જિલ્લામાં આવતા ત્રાલમાં થયેલ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ હુમલાને પગલે ડરનો માહોલ સર્જાયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ ગ્રેનેડ ભટ્ટના ઘર બહાર ફાટ્યો. આ ઘટના તેવા સમયે બની જ્યારે પાર્ટીના અનંતનાગથી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર હસનૈન મસૂદી પાર્ટી વર્કર્સને સંબોધિત કરી રહ્યા હતા. હુમલામાં કોઈપણ ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા નથી.

jammu and kashmir

સોમવારે મેહબૂબાના કાફલા પર પથ્થરમારો

આવી જ એક ઘટના સોમવારે બની હતી જ્યારે પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના મુખ્યા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીના કાફલા પર કેટલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. મેહબૂબા તે સમયે દક્ષિણ કાશ્મીરના કીરમ વિસ્તારમાં હતાં જ્યારે તેમના પર કેટલાક યુવાનોએ પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં તેમના સુરક્ષાકર્મી ઘાયલ થઈ ગયા હતા. મુફ્તી પર જે સમયે હુમલો થયો તે સમયે તેઓ કીરમ દરગાહ પર પ્રાર્થના કરી પરત ફરી રહ્યાં હતાં.

એક અધિકારી તરફથી આ મામલે જણાવવામાં આવ્યું કે સ્પેશિય સર્વિસ ગાર્ડ બળને જમ્મુ અને કાશ્મીર પોલીસ તરફથી જ તૈયાર કરવામાં આવ્યા. આ ફોર્સને વર્તમાન મુખ્યમંત્રી અને પૂર્વ સીએમની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલ છે. મુફ્તી પર થયેલ હુમલામાં આ બળના જવાન પણ ઘાયલ થયા. પોલીસે આ હુમલામાં કેટલાક યુવાનોની ધરપકડ કરી છે. શરૂઆતી રિપોર્ટ્સ મુજબ ઘાટીને કેટલાક યુવાનો પીડીપી અે ભાજપના વર્ષ 2014ની ચૂંટણઈ બાદ થયેલ ગઠબંધનથી નારાજ છે.

આ પણ વાંચો- 2019માં કોણ બનાવી શકશે સરકાર, પૂર્વ પીએમ દેવગૌડાએ કરી ભવિષ્યવાણી

English summary
Jammu Kashmir: Militants hurled grenade outside NC leader Mohammed Ashraf Bhat house in Tral, no causalities reported.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X