Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમ્મુ કાશ્મીર: રાજોરીમાં પાકિસ્તાની ફાયરિંગમાં 1 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના રાજોરી પાસે સુંદરબાનીમાં પાકિસ્તાની સેના ઘ્વારા ગોળીબારી કરવામાં આવી છે. સોમવારે એલઓસી પર થયેલી ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થયો છે

જમ્મુ કાશ્મીરના રાજોરી પાસે સુંદરબાનીમાં પાકિસ્તાની સેના ઘ્વારા ગોળીબારી કરવામાં આવી છે. સોમવારે એલઓસી પર થયેલી ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થયો છે, જયારે ત્રણ જવાનો ઘાયલ થયા છે. પાકિસ્તાન ઘ્વારા સવારથી નાના હથિયારો અને મોટારથી સુંદરબાનીમાં ફાયરિંગ ચાલુ છે. સેનાના સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું કે પાકિસ્તાની ફાયરિંગમાં 1 જવાન શહીદ થયો છે.

Jammu Kashmir

સવારથી ફાયરિંગ ચાલુ છે

સૂત્રો ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર પાકિસ્તાનની તરફ અખનૂરના કેરી બટલ વિસ્તારમાં સોમવારે સવારે ફાયરિંગ કરવામાં આવી છે. આ પહેલા રક્ષા પ્રવક્તા લેફ્ટેનેન્ટ કર્નલ દેવેન્દ્ર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સવારે લગભગ 5.30 વાગ્યે પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામ તોડીને ફાયરિંગ કરવામાં આવી. રક્ષા પ્રવક્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે એલઓસી પાસે આવેલા સુંદરબાની સેક્ટરમાં પાકિસ્તાને નાના હથિયારો ઘ્વારા ફાયરિંગ કરી છે. તેમને જણાવ્યું કે સેનાએ તેનો જોરદાર જવાબ પણ આપ્યો છે. ફાયરિંગ લગભગ 7.15 મિનિટે બંધ થઇ શકી. બુધવારે પણ પાકિસ્તાને પૂંછ સેક્ટરમાં યુદ્ધવિરામ તોડ્યું હતું.

આ પણ વાંચો: સેનાએ આપ્યો સંદેશ, કાશ્મીર ઘાટીમાં દરેક આતંકી ખતમ થવા સુધી ચાલશે મિશન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X