Jammu Kashmir: પાકિસ્તાની રેન્જર્સે હીરા નગર સેક્ટરમાં ફાયરિંગ કરી

ફરી એકવાર પાકિસ્તાન તરફથી નકારાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, કાશ્મીરના હીરાનગર સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સ ફાયરિંગ કરી રહ્યા છે

ફરી એકવાર પાકિસ્તાન તરફથી નકારાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, કાશ્મીરના હીરાનગર સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સ ફાયરિંગ કરી રહ્યા છે, બીએસએફએ જણાવ્યું હતું કે પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ગઈકાલે રાત્રે હિરાનગર સેક્ટરમાં અચાનક ગોળીબાર કરવામાં આવ્યો હતો, જે સવારે 5:30 વાગ્યા સુધી ચાલતો રહ્યો.

Jammu Kashmir

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની રેન્જર્સે સ્થાનિક નાગરિકોને નિશાન બનાવ્યા હતા. ફાયરિંગ બાદ બીએસએફે જવાબી કાર્યવાહી કરી હતી અને પાકિસ્તાનોને યોગ્ય જવાબ આપ્યો હતો.

લાલ ચોક પર ગ્રેનેડ હુમલો

શનિવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હરિ સિંહ સ્ટ્રીટ નજીક લાલ ચોક પર ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા હતા, ત્યારબાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે. હુમલો ઉચ્ચ સિક્યોરિટી ઝોનમાં થયો હતો, જ્યાં સુરક્ષા બંદોબસ્તને વધારી દેવામાં આવ્યો છે. બજાર બંધ કરી દેવામાં આવ્યું છે અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે.

ગયા શનિવારે પણ હુમલો થયો હતો

ગયા શનિવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં ગ્રેનેડ હુમલો થયો હતો. ડીસી ઓફિસની બહાર, ટ્રાફિક પોલીસ કર્મચારી અને એક પત્રકાર સહિત 14 લોકો આ હુમલામાં ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: આર્ટિકલ 370 હટ્યા બાદ દેશ કરતા વિદેશી ટૂરિસ્ટ કાશ્મીરમાં વધારે આવી રહ્યા છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X