જમ્મુ કાશ્મીરઃ આતંકવાદી ભરતીનો ભાંડાફોડ, પીએચડીના છાત્ર સહિત 3ની ધરપકડ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કુલગામમાં એક આતંકવાદી ભરતી મૉડ્યુલનો ભાંડોફોડ થયો છે. જેમાં કાશ્મીર કેન્દ્રીય વિદ્યાલયનો પીએચડીનો એક વિદ્યાર્થી પણ સામેલ છે. પોલીસે જણાવ્યુ કે આ મામલે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ સાથે જોડાયેલા તેમના બે સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
કુલગામ પોલીસે જણાવ્યુ કે, આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ કાશ્મીરની સેન્ટ્રલ યુનિવર્સિટીના પીએચડી વિદ્વાનની ધરપકડ સાથે થયો હતો જે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ એ મોહમ્મદ માટે કામ કરી રહ્યો હતો. આ કેસમાં બે OGWની પણ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે.

પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ કુલગામ પોલીસને મળેલી માહિતીના આધારે, કોડ નેમ 'ડૉ. 'સબીલ' નામની વ્યક્તિ માટે શોધખોળ શરૂ કરવામાં આવી જે કુલગામ જિલ્લા અને આસપાસના વિસ્તારોના યુવાનોને આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે પ્રેરણા, ભંડોળ અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડતો હતો.
તેમણે વધુમાં જણાવ્યુ કે, 'એક શંકાસ્પદ વાહનને અટકાવ્યા બાદ જ્યારે વાહનના દસ્તાવેજો માંગવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે આ વાહનનો ઉપયોગ અશ્મુજી, કુલગામના રહેવાસી ડૉ. રૂબાની બશીર કરી રહ્યો હતો. તેણે કહ્યું કે અશ્મુજી ખાતે ચોકી ઉભી કરવામાં આવી હતી અને બશીરને પકડવામાં આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન, તેણે તેનું કોડ નેમ ડૉ. સબિલ જાહેર કર્યું, જે કાશ્મીરની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પીએચડી વિદ્યાર્થી છે અને તેણે ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી માટે અરજી પણ કરી છે. બશીરે બે યુવાનોને પ્રેરણા આપી અને તેમને આતંકવાદી સંગઠનમાં જોડાવાની ફરજ પાડી તેમ તેમણે ઉમેર્યુ હતુ.
તેમણે કહ્યું, "ડૉ. રૂબાની બશીરના ખુલાસા પર, હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઓળખ ફાઝીલ અહેમદ પારે અને તારિક અહેમદ નાયકુ ઉર્ફે ચાવલા તરીકે કરવામાં આવી છે. તેમના ખુલાસા પર, બશીર પાસેથી એક ચાઈનીઝ બનાવટની પિસ્તોલ, એક પિસ્તોલ મેગેઝિન અને નવ 9 એમએમ રાઉન્ડ મળી આવ્યા હતા, જ્યારે ફાઝીલ અહમદ પારે પાસેથી એક એકે-47 મેગેઝિન અને 19 એકે-47 રાઉન્ડ મળી આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, એક ચાઈનીઝ ગ્રેનેડ, 10 એકે-47 કારતૂસ અને આતંકવાદીઓને લઈ જવા માટે વપરાતી એક કાર જપ્ત કરવામાં આવી છે. દરમિયાન, બાંદીપોરા જિલ્લામાં, સુરક્ષા દળોએ તુર્કપોરા જંક્શન પર લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના એક સહયોગીની ધરપકડ કરી હતી. તેની ઓળખ જાવેદ અહમદ મલ્લા તરીકે થઈ હતી અને તેની પાસેથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.












Click it and Unblock the Notifications
