જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં CRPF પાર્ટી પર એટેક, 2 જવાન શહીદ

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે કેટલાક આતંકીઓ ઘ્વારા સીઆરપીએફ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો છે.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે કેટલાક આતંકીઓ ઘ્વારા સીઆરપીએફ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં બે જવાન શહીદ થયા છે. સૂત્રો અનુસાર અનંતનાગના સિરપોરામાં આછાબલ ચોક પાસે લગભગ 11 વાગ્યે આતંકીઓ ઘ્વારા ઓપન ફાયર કરવામાં આવ્યું જેમાં સીઆરપીએફ જવાનો ઘાયલ થઇ ગયા છે. આ ઘટનામાં ત્રણ સ્થાનીય નાગરિક પણ ઘાયલ થયા છે. એટલું જ નહીં પરંતુ કુલગામમાં પણ આતંકીઓ ઘ્વારા પોલીસ ચોકી પર હુમલો કરવામાં આવ્યો છે.

jammu kashmir

અનંતનાગમાં થયેલા હુમલામાં એએસઆઇ એમએલ મીણા શહીદ થયાની ખબર આવી છે. સુરક્ષાબળો ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકીઓ સંતાયા હોવાની જાણકારી છે જેમની શોધ કરવામાં આવી રહી છે.

અનંતનાગમાં સીઆરપીએફ પાર્ટી પર થયેલા હુમલા પછી સેના અને આતંકીઓ વચ્ચે જબરજસ્ત મુઠભેડ થયી હતી. સેના અને આતંકીઓ વચ્ચે સિરપોરા ક્ષેત્રમાં લડાઈ ચાલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X