જમ્મૂ-કાશ્મીરઃ શોપિયામાં હિઝબુલનો ટૉપ કમાન્ડર ઠાર માર્યો

જમ્મૂ-કાશ્મીરઃ શોપિયામાં હિઝબુલનો ટૉપ કમાન્ડર ઠાર માર્યો

શોપિયાઃ જમ્મૂ અને કાશ્મીરના શોપિયામાં આ સમયે આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ ચાલુ છે. દક્ષિણ કાશ્મીરમાં આવતા શોપિયાના અદખેરા વિસ્તાર સ્થિત ઈમામ સાહિબમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના ટૉપ કમાન્ડર તારિક મૌલવીને ઠાર મારવામાં આવ્યો હોવાના અહેવાલ છે. શુક્રવારે સવારે શરૂ થયેલ આ એન્કાઉન્ટરમાં બેથી ત્રણ આતંકીઓ ફસાયા હોવાના અહેવાલ છે. બંને તરફથી સતત ફાયરિંગ થઈ રહ્યું છે. વર્ષ 2016માં જ્યારે હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીને મારવામાં આવ્યો હતો, તે સમયથી જ શોપિયામાં હિંસાનો સિલસિલો ચાલુ છે.

encounter

6ઠ્ઠી મેના રોજ તશે વોટિંગ

શોપિયા અને પડોસના પુલવામામાં 6 મેના રોજ વોટિંગ થનાર છે. શોપિયા, અનંતનાગ લોકસભા સીટ અંતર્ગત આવે છે. અહીં પર આગલા એક મહિના સુધી કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. નવા આદેશોમાં હવે ડીએમ વિના અથવા ડ્યૂટી મેજિસ્ટ્રેટના આદેશ વિના કોઈપણ સભા નહી થઈ શકે. પ્રશાસનનું કહેવું છે કે ત્રણ મેથી આ નિયમ લાગૂ થઈ ગયા છે અને સુરક્ષા વ્યવસ્થાના કારણે એક મહિના સુધી ચાલુ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સેના, પોલીસ અથવા પબ્લિક સર્વન્ટ જે ડ્યૂટી પર હશે, તેમના ઉપરાંત કોઈને પણ હથયાર રાખવાની મંજૂરી નહી હોય. જ્યારે ભાષણો માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

લાઉડસ્પીકર માટે હવે કોઈપને પણ ડીએમની મંજૂરી લેવી પડશે. પાછલા અઠવાડિયે અનંતનાગમાં સુરક્ષાબળોએ હિઝબુલના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓની ઓળખ 25 વર્ષીય સફદર અમીન ભટ્ટ અને બુરહાન અહમદ ગની તરીકે થઈ હતી. ભટ માત્ર નવમી કક્ષા સુધી ભણ્યો હતો અને મે 2017માં હિઝબુલનો ભાગ બન્યો હતો. ગનીને સૈફુલ્લાના નામથી પણ ઓળખવમાં આવતો હતો, તે ફિઝિયોથેરિપીમાં ગ્રેજ્યુએશનો અભ્યાસ કરી રહયો હતો. જૂન 2018થી તે સંગઠનનો ભાગ હતો.

આ પણ વાંચો- ઝારખંડમાં ભાજપની રેલી પહેલા નક્સલવાદીઓએ બોમ્બથી ઉડાવ્યું ભાજપનું કાર્યાલય

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X