Jan Ki Baat Opinion Poll : કર્ણાટકમાં કઈ પાર્ટીની બની રહી છે સરકાર? જાણો બીજેપીને કેટલી સીટ?
કર્ણાટક વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ પાર્ટીના ઉમેદવારો હાલ ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે હવે જન કી બાતનો લેટેસ્ટ ઓપિનિયન પોલ સામે આવ્યો છે.
હાલ ચૂંટણી પ્રચાર જોરસોરથી ચાલી રહ્યો છે ત્યારે હવે જન કી બાદ ઓપિનિયન પોલમાં કર્ણાટકમાં ફરી એક વખત રાજ્યની લોકલ પાર્ટી જેડીએસ કિંગ મેકર સાબિત થઈ રહી હોવાના એંધાણ મળી રહ્યા છે. જો આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો આ વખતે કર્ણાટકમાં સરકાર બનાવવા માટે બીજેપી અથવા કોંગ્રેસને જેડીએસની જરૂર પડશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને હાલ સુધી આવેલા તમામ સર્વેમાં કોગ્રેસને સૌથી વધુ સીટો મળી રહી હોવાનું જોવા મળ્યુ હતું. હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે એશિયાનેટ ન્યૂઝ-જન કી બાત ઓપિનિયન પોલ સામે આવ્યો છે.
એશિયાનેટ ન્યૂઝ-જન કી બાત ઓપિનિયન પોલ અનુસાર, કર્ણાટક ત્રિશંકુ વિધાનસભા તરફ આગળ વધી રહ્યું છે. ઓપિનિયન પોલ અનુસાર, આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
સર્વે અનુસાર,કર્ણાટકમાં બીજેપીને 98-109 સીટ, કોંગ્રેસને 89-97 સીટ અને જેડીએસને 25 થી 29 સીટો મળવાની સંભાવના છે. સર્વે રિપોર્ટ મુજબ, જેડીએસ આગામી દિવસોમાં ફરી કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.
ચૂંટણી પહેલા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 30 હજારથી વધુ લોકોના ઓપિનિયન આ પોલ માટે લેવાયા હતા. આ સર્વે 25 માર્ચથી 11 એપ્રિલની વચ્ચે કરવામાં આવ્યો છે અને કર્ણાટક ચૂંટણીની તારીખ 29 માર્ચે જાહેર કરવામાં આવી હતી. એટલા માટે આ સર્વે ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસો પહેલા શરૂ થયો હતો અને 11મી એપ્રિલે પુરો થયો હતો.












Click it and Unblock the Notifications
