Jangipur lok sabha election 2024: બંગાળમાં ભાજપ ઉમેદવાર અને ટીએમસી બૂથ પ્રમુખ વચ્ચે અથડામણ
Jangipur lok sabha election 2024: લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારના રોજ યોજાઇ રહ્યું છે. આ પૈકી, પશ્ચિમ બંગાળની માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જાંગીપુર અને મુર્શિદાબાદ લોકસભા બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે.
આ દરમિયાન, જાંગીપુરના એક મતદાન કેન્દ્ર પર ભાજપ અને ટીએમસી વચ્ચે વિવાદ પ્રકાશમાં આવ્યો છે. અહીં ભાજપના ઉમેદવાર ધનંજય ઘોષ અને તૃણમૂલ કોંગ્રેસના બૂથ પ્રમુખ એટલે કે ટીએમસી વચ્ચે ઘર્ષણ થયું હતું. ભાજપના ઉમેદવારે તૃણમૂલ બૂથ પ્રમુખ પર તેમને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપના ઉમેદવારે તૃણમૂલ બૂથ પ્રમુખ ગૌતમ ઘોષ પર મતદારોને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, હું અહીં એક ઉમેદવાર તરીકે આવ્યો છું અને મેં જોયું કે બૂથના 100 મીટરની અંદર તૃણમૂલ બ્લોક પ્રમુખ આવી રહ્યા છે અને મને ધમકી આપી રહ્યા છે. બૂથ પ્રેસિડેન્ટ ગૌતમ ઘોષ, મને પણ ભાજપના ઉમેદવાર દ્વારા ધમકી આપવામાં આવી રહી છે.

ગૌતમ ઘોષે કહ્યું, જો આ પ્રકારનું વર્તન કોઈ ઉમેદવાર સાથે થઈ શકે છે તો સામાન્ય લોકોનું શું થઈ શકે છે. અમે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરીશું. આ મામલો મીરગ્રામ પ્રાથમિક શાળાના બૂથ નંબર 44નો છે.
નોંધનીય છે કે, ત્રીજા તબક્કામાં જે 93 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, તેમાંથી 4 આસામમાં, 5 બિહારમાં, 7 છત્તીસગઢમાં, 9 મધ્યપ્રદેશમાં, 9 મહારાષ્ટ્રમાં, 11 મહારાષ્ટ્રમાં, દાદર-નગર હવેલી અને દમણ-દીવની એક-એક, ગોવામાં 2, કર્ણાટકમાં 14, પશ્ચિમ બંગાળમાં 4, ગુજરાતમાં 25 અને ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો છે. આ 93 બેઠકો પર 1331 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
આ તબક્કામાં ભાજપના 82 અને કોંગ્રેસના 68 ઉમેદવારો મેદાનમાં છે. બસપાના 79 અને સપાના 9 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે શરદ પવારની એનસીપીના 4 અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 4 ઉમેદવારો મેદાનમાં છે. આ સિવાય એનડીએ કેમ્પમાંથી અજિત પવારની પાર્ટીના 3 અને એકનાથ શિંદેની શિવસેનાના 2 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થવાનું છે.
#WATCH | Murshidabad, West Bengal: During the third phase of voting for the Lok Sabha Elections, a TMC booth president clashed with BJP candidate Dhananjay Ghosh at a polling booth in Jangipur. #LokSabhaElections2024 pic.twitter.com/RF7U7NX5h3
— ANI (@ANI) May 7, 2024












Click it and Unblock the Notifications
