'...તો બોધગયામાં ના થયા હોત વિસ્ફોટ'

આ પહેલા દિલ્હી પોલીસે ખુલાસો કર્યો હતો કે તેમણે બોધગયામાં આતંકી હુમલાની આશંકા અંગે બિહાર પોલીસને પહેલાથી જ સૂચના આપવામાં આવી હતી. હવે જેડીયુનું આ નિવેદન દિલ્હી અને પટના વચ્ચે તણાવ વધારી શકે છે.
જેડીયુના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ સુરેશ નિરંજને કહ્યું કે, ગત દિવસોમાં દિલ્હી પોલીસે બાતમીદાર મોહમ્મદ નકીની મદદથી મુંબઇએ આઇએમ સંસ્થાપક યાસીન ભટકલની ધરપકડની યોજના બનાવી હતી. જો આ યોજના અનુસાર ભટકલની ધરપકડ કરવામાં આવી હોત તો, કદાચ બોધગયામાં આતંકી ઘટનાને રોકી શકાઇ હોત.
તેમણે એમ પણ કહ્યું કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ સુરક્ષામાં ચૂક રહી હોવાની વાત સ્વિકારી છે, પરંતુ પ્રદેશને સૂચના આપવા માત્રથી કેન્દ્ર સરકારની જવાબદારી પૂર્ણ થઇ જતી નથી. કેન્દ્રને સૂચના આપ્યા બાદ તેના પર પ્રદેશ સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા સકારાત્મક પગલાંની પૂછપરછ પણ કરવી જોઇએ. આવું કરવામાં આવે તો આતંકી વારદાતની આશંકા ઘણી ઓછી થઇ જાય છે.
દિલ્હી પોલીસે ગયા વર્ષે મોહમ્મદ નકી નામના એક બાતમીદારની મદદથી ભટકલની મુંબઇમા ધરપકડ કરવાની યોજના બનાવી લીધી હતી, પરંતુ મુંબઇ પોલીસે નકીની ધરપકડ કરીને આખી યોજના પર પાણી ફેરવી દીધું હતું.












Click it and Unblock the Notifications
