મોદીનું નામ આગળ કરતા ફરી ભડક્યું જેડીયુ

ચૂંટણી પ્રચાર દરમિયાન કોને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવશે એ રાજનૈતિક પાર્ટીઓ નક્કી કરશે. આ અંગે સાધુ-સંતો કેવી રીતે નિર્ણય કરી શકે? તેમણે સવાલ કર્યો કે આપ દેશની રાજનીતિ ક્યા લઇ જવા માંગો છો?
એનડીએમાં ભાજપા સૌથી મોટી પાર્ટી છે, માટે પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર તેમનો જ હશે પરંતુ તેનો નિર્ણય એનડીએમાં વિચાર વિમર્શ કર્યા બાદ થશે. તિવારીએ વારંવાર નરેન્દ્ર મોદીનું નામ ઉછાળવા માટે મીડિયાને પણ આડા હાથે લીધું. તિવારીએ જણાવ્યું કે મીડિયા આટલું બધું ઉતાવળું કેમ છે? મીડિયા પીએમ પદના ઉમેદવારની અટકળો લગાવવાનું બંધ કરે. એ અમારુ કામ છે કે કોણ પીએમ પદનો ઉમેદવાર બનશે.
ઉલ્લેખનીય છે કે સાત જાન્યુઆરીના રોજ મહા કુભમાં સંઘ સમર્થિત સંતોની બેઠક મળનારી છે. જેમાં મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવા માટે ચર્ચા થઇ શકે છે. સંત સમાજ ભાજપા પર મોદીના નામ પર મોહર લગાવવા દબાણ બનાવી શકે છે. વીએચપી નેતા અશોક સિંઘલે આના સંકેત આપ્યા છે.
ભાજપા અધ્યક્ષ રાજનાથસિંહ પણ 6 ફેબ્રુઆરીના રોજ ઇલાહાબાદ કુંભના મેળામાં જશે. નોંધનીય છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવા માંગતા નથી. જોકે ભાજપની અંદર આ મુદ્દે ઘણી ઘમાસાણ છે.












Click it and Unblock the Notifications
