For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો JEE મેન પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે, શિક્ષણમંત્રીએ જણાવ્યું

જાણો JEE મેન પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે, શિક્ષણમંત્રીએ જણાવ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે જેઈઈ મેન પરીક્ષા 2020નું રિઝલ્ટ જલદી જ ઘોષિત કરી દેવામાં આવશે. પોખરિયાલે બુધવારે ટ્વીટ કરી લખ્યું, સરકાર પર ભરોસો જતાવવા અને જેઈઈ મેન પરીક્ષામાં ભાગ લેવા માટે તમામ વિદ્યાર્થીઓને મારા હાર્દિક ધન્યવાદ. રિઝલ્ટ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને જલદી જ ઘોષિત કરી દેવામાં આવશે.

પોખરિયાલે ટ્વીટ કરી જાણકારી આપી

પોખરિયાલે ટ્વીટ કરી જાણકારી આપી

અન્ય એક ટ્વીટમાં શિક્ષણ મંત્રીએ આ પરીક્ષાને સફળ બનાવવા માટે એનટીએ તમામ રાજ્ય સરકારો અને તેમના અધિકારીઓ, શહેરના કોઓર્ડિનેટર્સ અને પરીક્ષા અધિકારીઓના સમગ્ર સમુદાયોને તેમના સમર્થન બદલ ધન્યવાદ આપ્યા. રિઝલ્ટ ઘોષિત થયા બાદ જે ઉમેદવાર જેઈઈ મેન્સ પરીક્ષામાં ઉપસ્થિત થા છે તેઓ પોતાનું રિઝલ્ટ વેબસાઈટ jeemain.nta.nic.in પર જોઈ શકશે.

આ અઠવાડિયે રિઝલ્ટ જાહેર થઈ શકે

આ અઠવાડિયે રિઝલ્ટ જાહેર થઈ શકે

અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મંગળવારે પોતાની સત્તાવાર વેબસાઈટ પર જેઈઈ મેન્સ 2020 આન્સર કી પણ જાહેર કરી દીધી છે. પરીક્ષા માટે ઉપસ્થિત થયા તેવા ઉમેદવારોને આન્સર કી સામે કોઈ વાંધો હોય તો 10 સપ્ટેમ્બર પહેલા વાંધો નોંધાવી શકે છે. જાણકારી મુજબ જેઈઈ મેન 2020નું પરિણામ 11 સપ્ટેમ્બરે ઘોષિત કરવામાં આવી શકે છે.

કોરોના વચ્ચે પરીક્ષા થઈ

કોરોના વચ્ચે પરીક્ષા થઈ

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દેશભરમાં 1થી 6 સપ્ટેમ્બર સુધી જેઈઈ મેન્સ 2020 પરીક્ષાનું આયોજન કર્યું હતું. પરીક્ષા કોમ્પ્યૂટર આધારિત હતી. આ વર્ષે જેઈઈ મેન પરીક્ષામાં 8 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. કોવિડ 19 મહામારી વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સખ્ત સુરક્ષા પ્રોટોકોલ સાથે આ વર્ષે પરીક્ષાનું આયોજન કર્યું. જેઈઈ પરીક્ષા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોટી સંખ્યામાં માસ્ક અને સેનિટાઈઝરની વ્યવસ્થા કરાવી હતી.

BMCની કાર્યવાહી બિનજરૂરી, કંગનાને બોલવાનો મોકો આપ્યોઃ શરદ પવારBMCની કાર્યવાહી બિનજરૂરી, કંગનાને બોલવાનો મોકો આપ્યોઃ શરદ પવાર

English summary
JEE MAIN 2020 Result: answer key, where to check result, everything you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X